ETV Bharat / bharat

કોરોના મહામારી વચ્ચે અમેરિકામાં માસ્ક પર થયો વિવાદ, જાણો શું છે કારણ?

author img

By

Published : Jul 11, 2020, 7:35 AM IST

અમેરિકામાં માસ્ક લઈને ભારે વિવાદ સર્જાયો છે. દુનિયાભરમાં લોકો જ્યારે કોરોના સંક્રમણની બચવા માટે માસ્ક ઉપયોગ કરે છે, ત્યારે અમેરિકામાં કેટલાંક લોકો માસ્કના મુદ્દે વિવાદ ઉભો કરી રહ્યાં છે.

mask
mask

વૉશિગ્ટનઃ માસ્ક! સામાન્ય રીતે માસ્ક એ કપડાનો ટુકડો છે, જેનો ઉપયોગ મોં ઢાંકવા થાય છે. હાલ કોરોના સંક્રમણથી બચવા માટે લોકો તેનો મોટાપાયે ઉપયોગ કરે છે, ત્યારે અમેરિકામાં આ માસ્ક એ વિવાદનું કારણનું બન્યો છે. જાણો શું છે એ કારણ...

દુનિયાભરમાં લોકો જ્યારે કોરોના સંક્રમણની બચવા માટે માસ્ક ઉપયોગ કરે છે, ત્યારે અમેરિકામાં કેટલાંક લોકો માસ્કના મુદ્દે વિવાદ ઉભો કરી રહ્યાં છે.

  • અમેરિકામાં શા માટે માસ્ક બન્યું વિવાદનું કારણ?

મળતી માહિતી પ્રમાણે, મોટાભાગના લોકો બહાર નીકળતી વખતે માસ્ક પહેરે છે. ભલે પછી કોઈ વ્યવસ્યી હોય કે, પછી કઈ મજૂર. હાલ, ફેલાયેલી મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે માસ્ક ફરજિયાત કર્યો છે, ત્યારે માસ્ક એ રાજકીય મુદ્દો બન્યો છે.

હાલમાં જ થયેલા સર્વેક્ષણ મુજબ જાણ મળ્યું છે કે, ડમોક્રેટ્સે કહ્યું હતું કે, તેઓ રિપબ્લિકનની તુલનામાં વધુ માસ્ક પહેરે છે.

  • શું કહે છે બંને પાર્ટી?

ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ કહે છે કે, તેઓ માસ્કનું મહત્વ સમજે છે અને કેટલાંક ડેમોક્રેટિક ગર્વનરોએ જાહેરમાં પણ માસ્ક પહેરવો અનિવાર્ય કર્યુ છે. તો બીજી તરફ રિપબ્લિકન પાર્ટીના નેતાઓ કહે છે કે, તેઓ પણ માસ્કની મહત્વતાને સમજે છે. પરંતુ તેઓ જાહેર માસ્ક પહેરવાના મુદ્દાને લઈને થોડા ખચકાઈ રહ્યાં છે.

  • કેવી રીતે શરૂ વિવાદ?

કોરોના લોકડાઉન પછી, જ્યારે યુ.એસ.એ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઘણા સ્થાનિક દુકાનદારોએ ગ્રાહકો માટે માસ્ક ફરજિયાત કર્યો હતો. ત્યારબાદ માસ્કને લઈને વિવાદ થયો હતો. હવે માસ્ક ડિબેટમાં, મોલ્સ અને દુકાનના કર્મચારીઓ આગળ આવ્યા છે અને તેઓ પણ જાહેરમાં માસ્ક પહેરવાની વાતનો વિરોધ કરી રહ્યાં છે.

  • માસ્ક પહેરવા મુદ્દે લોકો શા માટે કરે વિરોધ?

માસ્ક પહેરવાનો ઇનકાર કરતાં લોકો કહે છે, આ નિર્ણય તેમની વ્યક્તિગત સ્વતંત્રતાનો ભંગ છે. આ અંગે કેટલાક નિષ્ણાતો કહે છે કે, રોગચાળાની શરૂઆતમાં આરોગ્ય અધિકારીઓ દ્વારા માસ્ક વિશે આપવામાં આવેલી વિવિધ માહિતી લોકોને મૂંઝવણમાં મૂકે છે. જેના કારણે માસ્કનો પ્રતિકાર વધ્યો છે.

  • માસ્ક વિશે શું કહે છે આરોગ્ય અધિકારીઓ?

જાહેર આરોગ્ય નિષ્ણાતો એ અભિપ્રાય સાથે સંમત છે કે, માસ્ક કોવિડ -19 ના ફેલાવાને રોકવામાં મદદ કરે છે. CDC (યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને જ્યાં સામાજિક અંતર શક્ય ન હોય ત્યાં માસ્ક પહેરવો ફરજિયાત કર્યો હતો.

જો કે, એકલા માસ્કથી વાઈરસના ફેલાવાને સંપૂર્ણપણે રોકી શકતો નથી. તાજેતરના એક સંશોધન દ્વારા દર્શાવ્યું હતું કે, કોરોનાને ફેલાતા અટકાવવા માટે માસ્ક એ સૌથી અસરકારક માર્ગ છે. અમેરિકાના ટોચના નિષ્ણાત ડૉ. એન્થોની ફોસીએ તાજેતરમાં કહ્યું હતું કે, દરેકને જાહેરમાં માસ્ક પહેરવા જોઈએ અને તે રાજકીય મુદ્દો ન હોવો જોઈએ. આ સંપૂર્ણ રીતે જાહેર આરોગ્યનો મુદ્દો છે. તે જ સમયે, ટેક્સાસના રાજ્યપાલ ગ્રેગ એબોટે કહ્યું હતું કે, 'અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે, સરકાર દ્વારા વ્યક્તિગત સ્વતંત્રતાનું કોઈ ઉલ્લંઘન કરાયું આવી નથી. તેથી, સરકારે કોઈ એક વ્યક્તિ પર માસ્ક પહેરવાનો નિયમ લાદયો નથી. આ લોકોના આરોગ્યની વાત છે. જેનો સામનો સૌએ સાથે મળીને જ કરવો પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.