ETV Bharat / bharat

મહારાષ્ટ્ર ચૂંટણી: રાજનીતિમાં આ પરિવારોનો હંમેશા દબદબો રહ્યો છે ! - ભુજબળ પરિવાર

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારથી તમામ પાર્ટીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. હંમેશની માફક આ વખતે પણ મુખ્ય રાજકીય પરિવારોની શાખ દાવ પર લાગેલી છે. જોવા જઈએ તો પવાર અને ઠાકરે પરિવાર સહિત અમુક એવા પણ પરિવાર છે, જેમની શાખ અને રાજનીતિનો હંમેશાથી દબદબો રહ્યો છે. આ પરિવારોએ ચૂંટણીમાં હાર થવા છતાં પણ રાજકારણમાં પોતાની આગવી પકડ બનાવી રાખી છે. ક્યારેય પણ પોતાની શાખને આંચ આવવા દીધી નથી. આવો એક નજર નાંખીએ આ પરિવારો પર...

latest maharashtra election news
author img

By

Published : Oct 8, 2019, 2:31 PM IST

પવાર પરિવાર
મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટુ નામ શરદ પવારનું છે. ચાર વખત સીએમ રહેલા પવાર રાજકીય પરિવાર સાથે નાતો ધરાવે છે. આ જ કારણ છે કે, માત્ર 38 વર્ષની ઉંમરમાં જ પવાર પહેલી વાર મુખ્યપ્રધાન બન્યા હતાં. આ ઉપરાંત તેઓ કેન્દ્રીય પ્રધાન પણ રહ્યા છે. કોંગ્રેસમાંથી પોતાની રાજનીતિની શરુઆત કરનારા પવારે 1999માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી બનાવી હતી. પવારનો રાજકીય વારસો તેમની દિકરી સુપ્રિયા સુલે સંભાળી રહી છે. સુપ્રિયા બારામતીથી પાછલા ત્રણ વખતથી સાંસદ છે, તથા તેમના ભત્રીજા અજીત પવાર ધારાસભ્ય હતાં. અજીત મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન પણ રહ્યા છે. પવાર પરિવારનો મરાઠાવાડા, બારામતી અને ગ્રામિણ પુણેમાં સારો એવો પ્રભાવ છે.

ઠાકરે પરિવાર
મહારાષ્ટ્રમાં આ એક જ પરિવાર એવો છે કે, જે ચૂંટણી લડ્યા વગર પણ સત્તાનું રિમોટ કંન્ટ્રોલ પોતાના હાથમાં રાખે છે. જો કે, આ વિધાનસભા ચૂંટણીમાં તેમનો વારસ આદિત્ય ઠાકરે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. બાળા સાહેબ ઠાકરે એ 1966માં શિવસેનાની સ્થાપના કરી હતી. તે પહેલા મુંબઈ પછી સમગ્ર મહારાષ્ટ્રમાં પોતાની પાર્ટીનો દબદબો જમાવ્યો હતો. હાલમાં ઉદ્ધવ ઠાકરે પાર્ટીના મુખ્યા છે. 53 વર્ષથી ચાલી આવતી પરંપરા કે, જેમાં તેમણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો, તેને આ વખતે તેના દિકરા આદિત્ય તોડી વર્લીથી ચૂંટણી લડી રહ્યા છે. પારિવારીક ઝઘડાને કારણે અલગ થયેલા ભત્રીજા રાજ ઠાકરે એ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બનાવી. રાજ ઠાકરેના દિકરા અમિત પણ રાજકારણમાં સક્રિય છે. ઠાકરે પરિવારનો મુંબઈ અને આજૂબાજુના વિસ્તારોમાં ખાસ્સો પ્રભાવ છે.

ચૌહાણ પરિવાર
મહારાષ્ટ્રની રાજનીતિમાં વિતેલા 50 વર્ષથી સક્રિય ચૌહાણ પરિવારમાં પિતા-પુત્ર બંને મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. શંકરરાવ ચૌહાણ 1975 અને 1986માં રાજ્યના સીએમ અને કેન્દ્રીય નાણા અને ગૃહમંત્રાલય સંભાળી ચૂક્યા છે. તો વળી તેમના દિકરા અશોક ચૌહાણ 2008થી 2010 સુધી મુખ્યપ્રધાન રહેલા છે. અશોક 2014માં નાંદેડ લોકસભા સીટ પરથી સાંસદ રહેલા છે. તેમની પત્ની અમિતા પણ ધારાસભ્ય રહી ચૂકેલા છે. ચૌહાણ પરિવારનો નાંદેડ જિલ્લામાં ખાસ્સો પ્રભાવ છે.

દેશમુખ પરિવાર
લાતૂરમાં જન્મેલા વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટુ નામ છે. પંચાયત ચૂંટણીથી પોતાની રાજકીય ઈનિંગ્સ શરુ કરનારા વિલાસરાવ દેશમુખ 1999 અને 2004માં બે વાર રાજ્યના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ રાજ્યસભાના સાંસદ અને 2 વાર કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા છે. તેમના દિકરા અમિત અને ધીરજ પણ રાજકારણમાં સક્રિય છે. દેશમુખ પરિવારનો લાતૂરમાં સારો પ્રભાવ છે.

મુંડે પરિવાર
દિવંગત ગોપીનાથ મુંડે મહારાષ્ટ્ર ભાજપના મોટા નેતા છે. મુંડે મહારાષ્ટ્ર સરકારમાં ગૃહપ્રધાન અને કેન્દ્રમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. મુંડેનો રાજકીય વારસો તેમની દિકરીઓના હાથમાં છે. મોટી દિકરી પંકજા 2009થી બીડ જિલ્લાના પરલી સીટ પર ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં કેબિનેટ પ્રધાન છે. તો વળી બીજી દિકરી પ્રીતમ બીડથી સાંસદ છે. ગોપીનાથના ભત્રીજા ધનંજય એનસીપીમાંથી વિધાન પરિષદના સભ્ય છે. મુંડે પરિવારનો બીડ જિલ્લામાં ખાસ્સો પ્રભાવ છે.

ભુજબળ પરિવાર
છગન ભુજબળ વિશે કહેવાય છે કે, મુંબઈની બહાર શિવસેના આગળ લાવવામાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. ભુજબળ 1985 અને 1991માં શિવસેનામાંથી મુંબઈના મેયર બન્યા હતાં. 1991માં પાર્ટી સાથે મતભેદ થતાં કોંગ્રેસમાં જોડાયા અને 1999માં પહેલી વાર નાયબ મુખ્યપ્રધાન બન્યા હતાં. ભુજબળના દિકરા પંકજ નાંદગાવથી ધારાસભ્ય છે. તેમનો ભત્રીજો સમીર પણ 2009માં સાંસદ રહી ચૂક્યા છે. ભુજબળ શિવસેનામાં હતાં, ત્યા સુધી પ્રભાવશાળી રહ્યા હતાં, બાદમાં નાસિક જિલ્લામાં પોતાની રાજકીય પકડ જમાવી હતી.

શિંદે પરિવાર
ઈન્સ્પેક્ટર તરીકે પોતાના કેરિયરની શરુઆત કરનારા સુશીલ શિંદે મહારાષ્ટ્રના સીએમ તથા દેશના ગૃહપ્રધાન રહી ચૂક્યા છે. 1974માં રાજકારણમાં આવેલા શિંદે 2003માં મુખ્યપ્રધાન બન્યા હતાં. આ ઉપરાંત તેઓ યુપીએ સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. શિંદે મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો દલિત ચહેરો છે. શિંદેનો રાજકીય વારસો તેમની દિકરી પ્રણીતિ શિંદે સંભાળી રહી છે. પ્રણીતિ સોલાપુરથી ધારાસભ્ય છે. સોલાપુર વિસ્તારમાં શિંદે પરિવાર સારી એવી પકડ જમાવેલી છે.

રાણે પરિવાર
મહારાષ્ટ્રના રાજકારણમાં નારાયણ રાણે પણ મોટુ નામ છે. કહેવાય છે કે, રાણે 60ના દાયકામાં મુંબઈના રસ્તાઓમાં ખુલ્લેઆમ હુમલો કરનારા હરયા-નારયા ગેંગના સભ્ય હતાં. શિવસેનામાંથી પોતાની રાજકીય સફર શરુ કરનારા રાણે 1990માં પહેલી વાર ધારાસભ્ય બન્યા અને 1999માં શિવસેના-ભાજપ સરકારમાં મુખ્યપ્રધાન બન્યા હતાં. રાણે 2005માં કોંગ્રેસમાં સામેલ થઈ ગયા અને 2017માં પોતાની પાર્ટી બનાવી હતી. ત્યાર બાદ ભાજપમાંથી રાજ્યસભા પહોચ્યા હતાં. અનેક પાર્ટીઓ બદલવા છતાં પણ રાણે પરિવારની રાજનીતિમાં પકડ છે. તેમના દિકરા નિલેશ રાણે રાજકીય વારસાને આગળ ધપાવી રહ્યા છે. રાણે પરિવારનો સિંધદુર્ગ અને કોંકણ વિસ્તારમાં ખૂબ જ પ્રભાવ ધરાવે છે.

પાટિલ પરિવાર
મહારાષ્ટ્રની રાજનીતિમાં એક સમયે પાટિલ પરિવાર શક્તિશાળી કહેવાતો હતો. પાટિલ પરિવારના વસંત દાદા પાટિલ બે વાર 1977 અને 1983માં રાજ્યના મુખ્ય પ્રધાન રહેલા છે. આ ઉપરાંત તેઓ સાંગલીથી સાંસદ પણ રહ્યા છે. તેમની પત્ની શાલિની તાઈ કેબિનેટમાં પ્રધાન રહી ચૂક્યા છે. પાટિલ પરિવારની ત્રીજી પેઢી પણ રાજકારણમાં સક્રિય છે. વસંત દાદાના દિકરા પ્રકાશ અને પૌત્ર પ્રતીક સાંગલીથી સાંસદ રહી ચૂક્યા છે. પાટિલ પરિવારનો સાંગલી અને આજૂબાજુના વિસ્તારોમાં ખાસ્સો પ્રભાવ છે.

Intro:Body:

મહારાષ્ટ્ર ચૂંટણી: રાજનીતિમાં આ પરિવારોનો હંમેશા દબદબો રહ્યો છે !

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારથી તમામ પાર્ટીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. હંમેશની માફક આ વખતે પણ મુખ્ય રાજકીય પરિવારોની શાખ દાવ પર લાગેલી છે. જોવા જઈએ તો પવાર અને ઠાકરે પરિવાર સહિત અમુક એવા પણ પરિવાર છે, જેમની શાખ અને રાજનીતિનો હંમેશાથી દબદબો રહ્યો છે. આ પરિવારોએ ચૂંટણીમાં હાર થવા છતાં પણ રાજકારણમાં પોતાની આગવી પકડ બનાવી રાખી છે. ક્યારેય પણ પોતાન શાખને આંચ આવવા દીધી નથી. આવો એક નજર નાંખીએ આ પરિવારો પર...

પવાર પરિવાર-

મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટુ નામ શરદ પવારનું છે. ચાર વખત સીએમ રહેલા પવાર રાજકીય પરિવાર સાથે નાતો ધરાવે છે. આ જ કારણ છે કે, માત્ર 38 વર્ષની ઉંમરમાં જ પવાર પહેલી વાર મુખ્યપ્રધાન બન્યા. આ ઉપરાંત તેઓ કેન્દ્રીય પ્રધાન પણ રહ્યા છે. કોંગ્રેસમાંથી પોતાની રાજનીતિની શરુઆત કરનારા પવારે 1999માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી બનાવી. પવારનો રાજકીય વારસો તેમની દિકરી સુપ્રિયા સુલે સંભાળી રહી છે. સુપ્રિયા બારામતીથી પાછલા ત્રણ વખતથી સાંસદ છે, તથા તેમના ભત્રીજા અજીત પવાર ધારાસભ્ય હતા. અજીત મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન પણ રહ્યા છે. પવાર પરિવારનો મરાઠાવાડા, બારામતી અને ગ્રામિણ પુણેમાં સારો એવો પ્રભાવ છે.

ઠાકરે પરિવાર-

મહારાષ્ટ્રમાં આ એક જ પરિવાર એવો છે કે, જે ચૂંટણી લડ્યા વગર પણ સત્તાનું રિમોટ કંન્ટ્રોલ પોતાના હાથમાં રાખે છે. જો કે, આ વિધાનસભા ચૂંટણીમાં તેમનો વારસ આદિત્ય ઠાકરે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. બાળા સાહેબ ઠાકરે એ 1966માં શિવસેનાની સ્થાપના કરી. પહેલા મુંબઈ પછી સમગ્ર મહારાષ્ટ્રમાં પોતાની પાર્ટીનો દબદબો જમાવ્યો.હાલમાં ઉદ્ધવ ઠાકરે પાર્ટીના મુખ્યા છે. 53 વર્ષથી ચાલી આવતી પરંપરા કે, જેમાં તેમણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો, તેને આ વખતે તેના દિકરા આદિત્ય તોડી વર્લીથી ચૂંટણી લડી રહ્યા છે.પારિવારીક ઝઘડાને કારણે અલગ થયેલા ભત્રીજા રાજ ઠાકરે એ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બનાવી. રાજ ઠાકરેના દિકરા અમિત પણ રાજકારણમાં સક્રિય છે.ઠાકરે પરિવારનો મુંબઈ અને આજૂબાજુના વિસ્તારોમાં ખાસ્સો પ્રભાવ છે.

ચૌહાણ પરિવાર-

મહારાષ્ટ્રની રાજનીતિમાં વિતેલા 50 વર્ષથી સક્રિય ચૌહાણ પરિવારમાં પિતા-પુત્ર બંને મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. શંકરરાવ ચૌહાણ 1975 અને 1986માં રાજ્યના સીએમ અને કેન્દ્રીય નાણા અને ગૃહમંત્રાલય સંભાળી ચૂક્યા છે. તો વળી તેમના દિકરા અશોક ચૌહાણ 2008થી 2010 સુધી મુખ્યપ્રધાન રહેલા છે. અશોક 2014માં નાંદેડ લોકસભા સીટ પરથી સાંસદ રહેલા છે. તેમની પત્ની અમિતા પણ ધારાસભ્ય રહી ચૂકેલા છે. ચૌહાણ પરિવારનો નાંદેડ જિલ્લામાં ખાસ્સો પ્રભાવ છે.

દેશમુખ પરિવાર-

લાતૂરમાં જન્મેલા વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટુ નામ છે. પંચાયત ચૂંટણીથી પોતાની રાજકીય ઈનિંગ્સ શરુ કરનારા વિલાસરાવ દેશમુખ 1999 અને 2004માં બે વાર રાજ્યના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ રાજ્યસભાના સાંસદ અને 2 વાર કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા છે. તેમના દિકરા અમિત અને ધીરજ પણ રાજકારણમાં સક્રિય છે. દેશમુખ પરિવારનો લાતૂરમાં સારો પ્રભાવ છે.

મુંડે પરિવાર-

દિવંગત ગોપીનાથ મુંડે મહારાષ્ટ્ર ભાજપના મોટા નેતા છે. મુંડે મહારાષ્ટ્ર સરકારમાં ગૃહપ્રધાન અને કેન્દ્રમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. મુંડેનો રાજકીય વારસો તેમની દિકરીઓના હાથમાં છે. મોટી દિકરી પંકજા 2009થી બીડ જિલ્લાના પરલી સીટ પર ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં કેબિનેટ પ્રધાન છે. તો વળી બીજી દિકરી પ્રીતમ બીડથી સાંસદ છે. ગોપીનાથના ભત્રીજા ધનંજય એનસીપીમાંથી વિધાન પરિષદના સભ્ય છે. મુંડે પરિવારનો બીડ જિલ્લામાં ખાસ્સો પ્રભાવ છે.

ભુજબળ પરિવાર-

છગન ભુજબળ વિશે કહેવાય છે કે, મુંબઈની બહાર શિવસેના આગળ લાવવામાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. ભુજબળ 1985 અને 91માં શિવસેનામાંથી મુંબઈના મેયર બન્યા. 1991માં પાર્ટી સાથે મતભેદ થતાં કોંગ્રેસમાં જોડાયા અને 1999માં પહેલી વાર નાયબ મુખ્યપ્રધાન બન્યા. ભુજબળના દિકરા પંકજ નાંદગાવથી ધારાસભ્ય છે. તેમનો ભત્રીજો સમીર પણ 2009માં સાંસદ રહી ચૂક્યા છે. ભુજબળ શિવસેનામાં હતા ત્યા સુંધી પ્રભાવશાળી રહ્યા. બાદમાં નાસિક જિલ્લામાં પોતાની રાજકીય પકડ જમાવી.

શિંદે પરિવાર-

ઈન્સ્પેક્ટર તરીકે પોતાના કેરિયરની શરુઆત કરનારા સુશીલ શિંદે મહારાષ્ટ્રના સીએમ તથા દેશના ગૃહપ્રધાન રહી ચૂક્યા છે. 1974માં રાજકારણમાં આવેલા શિંદે 2003માં મુખ્યપ્રધાન બન્યા. ઉપરાંત તેઓ યુપીએ સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે.શિંદે મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો દલિત ચહેરો છે. શિંદેનો રાજકીય વારસો તેમની દિકરી પ્રણીતિ શિંદે સંભાળી રહી છે. પ્રણીતિ સોલાપુરથી ધારાસભ્ય છે. સોલાપુર વિસ્તારમાં શિંદે પરિવાર સારી એવી પકડ જમાવેલી છે.

રાણે પરિવાર-

મહારાષ્ટ્રના રાજકારણમાં નારાયણ રાણે પણ મોટુ નામ છે. કહેવાય છે કે, રાણે 60ના દાયકામાં મુંબઈના રસ્તાઓમાં ખુલ્લેઆમ હુમલો કરનારા હરયા-નારયા ગેંગના સભ્ય હતા. શિવસેનામાંથી પોતાની રાજકીય સફર શરુ કરનારા રાણે 1990માં પહેલી વાર ધારાસભ્ય બન્યા અને 1999માં શિવસેના-ભાજપ સરકારમાં મુખ્યપ્રધાન બન્યા. રાણે 2005માં કોંગ્રેસમાં સામેલ થઈ ગયા અને 2017માં પોતાની પાર્ટી બનાવી. બાદ ભાજપમાંથી રાજ્યસભા પહોચ્યા. અનેક પાર્ટીઓ બદલવા છતાં પણ રાણે પરિવારની રાજનીતિમાં પકડ છે. તેમના દિકરા નિલેશ રાણે રાજકીય વારસાને આગળ ધપાવી રહ્યા છે. રાણે પરિવારનો સિંધદુર્ગ અને કોંકણ વિસ્તારમાં ખૂબ જ પ્રભાવ ધરાવે છે.

પાટિલ પરિવાર-

મહારાષ્ટ્રની રાજનીતિમાં એક સમયે પાટિલ પરિવાર શક્તિશાળી કહેવાતો હતો. પાટિલ પરિવારના વસંત દાદા પાટિલ બે વાર 1977 અને 1983માં રાજ્યના મુખ્ય પ્રધાન રહેલા છે. ઉપરાંત તેઓ સાંગલીથી સાંસદ પણ રહ્યા છે. તેમની પત્ની શાલિની તાઈ કેબિનેટમાં પ્રધાન રહી ચૂક્યા છે. પાટિલ પરિવારની ત્રીજી પેઢી પણ રાજકારણમાં સક્રિય છે. વસંત દાદાના દિકરા પ્રકાશ અને પૌત્ર પ્રતીક સાંગલીથી સાંસદ રહી ચૂક્યા છે. પાટિલ પરિવારનો સાંગલી અને આજૂબાજુના વિસ્તારોમાં ખાસ્સો પ્રભાવ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.