કેરળ: લોકો સાથે સંવાદની પોલીસ પહેલમાં ગુરુવારે કેરળ પોલીસે હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રહેલા લોકો સાથે વીડિયો કોલ દ્વારા તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કેરળ પોલીસ દ્વારા લોક મૈત્રી પહેલના ભાગ રૂપે થ્રિસુર રેંજના DIG એસ સુરેન્દ્રએ હોમ ક્વોરેનટાઈન હેઠળ રહેલા લોકોનો સંપર્ક કર્યો અને વીડિયો કોલ દ્વારા તેમની તબિયત અંગે પૂછપરછ કરી હતી.
આ કોલ દરમિયાન DIGએ જન સમુદાયને જીવલેણ કોરોના વાઈરસથી મુક્ત બનાવવાના તેમના પ્રયત્નોને બિરદાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કેરળમાં કોરોના વાઈરસના કારણે 2 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 286 લોકો ચેપગ્રસ્ત છે.