- મહંત પરમહંસ દાસે કરી હિન્દુ રાષ્ટ્રની માગ
- હિન્દુ રાષ્ટ્રની માગ સાથે મહંત પરમહંસ દાસ અનશન પર બેઠા
- મહંત પરમહંસ દાસ 8 દિવસથી ઉપવાસ પર
અયોધ્યા: તપસ્વી શિબિરના મંહત પરમહંસ દાસ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માગ સાથે છેલ્લા આઠ દિવસથી આમરણાંત ઉપવાસ પર હતા. મંગળવારે રાત્રે જિલ્લા વહીવટીતંત્રની સૂચનાથી તેમને બળજબરીથી અનશન સ્થળેથી ખસેડવામાં આવ્યા હતા. કંઇ ખાધા વિના ઉપવાસ પર બેઠેલા મહંત પરમહંસ દાસનો સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું હતુ. છેલ્લા આઠ દિવસોમાં તેમનું વજન નવ કિલો ઘટી ગયું હતું.
અનશનના કારણે પરમહંસ દાસનું સ્વાસ્થ્ય થયું ખરાબ
છેલ્લા બે દિવસથી મહંત પરમહંસ દાસને ભૂખ હડતાલમાંથી ઉભા કરવાની ચર્ચા ચાલી રહી હતી. મંગળવારે મોડી રાત્રે લગભગ 11:30 વાગ્યે, એક એમ્બ્યુલન્સ ભૂખ હડતાલના સ્થળે પહોંચી હતી. સિવિલ ડ્રેસમાં પહોંચેલા કેટલાક પોલીસકર્મીઓએ પહેલા મહંત પરમહંસ દાસને ઉભા થઈને એમ્બ્યુલન્સમાં જાતે બેસવાનું કહ્યું, પરંતુ જ્યારે તેમણે એમ્બ્યુલન્સમાં બેસવાનો ઇનકાર કર્યો ત્યારે તેમને બળજબરીથી ઉપાડીને એમ્બ્યુલન્સમાં બેસાડી કોઈ અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મહંત પરમહંસ દાસની તબિયત સતત લથડતા હોવાને કારણે જિલ્લા વહીવટીતંત્રની સૂચના પર આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે મહંત પરમહંસ દાસને કયાં લેઇ જવામાં આવ્યા છે તેની કોઇ માહિતી મળી નથી, પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તબીબી તપાસ બાદ મહંત પરમહંસ દાસને સલામત સ્થળે રાખવામાં આવશે.