અમરવાતીઃ સમગ્ર દેશમાં કોરોના વાઇરસને લઇને લોકડાઉન લાદવામાં આવ્યું છે, ત્યારે અન્ય રાજ્યોમાં અનેક મજૂરો ફસાયા છે. જેઓ રહેઠાણ અને ખોરાકની વ્યવસ્થા ન હોવાથી પોતાના વતન પરત ફરવા મજબૂર બન્યા છે.
એવામાં આ શ્રમિક પિતાની કહાણી સાંભળીને પોલીસ તેની મદદ કરવા સામે આવી છે. છત્તીસગઢના કડપા જિલ્લાના આ શ્રમિક પોતાના વતન પરત ફરવા માટે કોઇ વ્યવસ્થા ન મળતા પોતાના બાળકોને ડોલીમાં પોતાના ખભા પર બેસાડી પગપાળા ચાલવા મજબુર બન્યા હતા.
આ શ્રમિક પિતાની સ્થિતિ જોઇને 3 પોલીસકર્મીઓ જગદીશ, શિવરામ અને મલાયાએ તેમની મદદ કરી છે અને આ પરિવારને ઘરે પહોંચાડવા વાહનની વ્યવસ્થા કરી આપી છે.