જૌહર યુનિવસિર્ટી સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ આઝમ ખાનની છે. જયાં તપાસ દરમિયાન પોલીસને લગભગ 300 જેટલા પુસ્તકો મળ્યા છે. અગાઉ આ પુસ્તકો ખોવાય ગયાં હતા. પોલીસનું કહેવું છે આ પુસ્તકો ખોવાયેલા પુસ્તકોમાંના જ છે.

જો કે પોલીસે આ મામલે યુનિવસિર્ટીના 4 કર્મચારીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે 1774માં રામપુર સ્થિત મદરસા આલિયામાંથી આ પુસ્તકોની ચોરી થઈ હતી. જે જૌહર યુનિવર્સિટીમાંથી મળી આવ્યા છે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ આઝમ ખાનની જૌહર યુનિવસિર્ટી બહાર હાલ મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. હજી પણ પોલીસ દ્વારા તપાસ કામગીરી ચાલુ છે.