ઔરંગાબાદ: મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના બિદકીન ગામની એક મસ્જિદમાં નમાઝ પઢવા લોકો એકત્રિત થયાની જાણ થતાં તપાસ કરવા ગયેલા પોલીસ કર્મચારીઓની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ બની હતી. તેમાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો.
ઘટનાની પુષ્ટિ કરતાં જિલ્લા પોલીસ અધિક્ષક મોક્ષદા પાટીલે જણાવ્યું હતું કે, આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. પાટીલે કહ્યું, બિદકીન પોલીસે જાણવા મળ્યુ હતુ કે, 35થી 40 લોકો મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે ભેગા થયા છે. પોલીસ ઘટનાની તપાસ માટે પહોંચી ત્યારે તેમના પર પથ્થરમારો કર્યો હતો.
આ કેસના સંદર્ભમાં 15 લોકોની અટકાયતમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દેશવ્યાપી લોકડાઉન દરમિયાન કોઈ પણ ધાર્મિક સ્થળે ભેગા થવાની મંજૂરી નથી.