નવી દિલ્હી: સંસદ ભવન પાસે આવેલા વિજય ચોક પાસેથી એક કાશ્મીરી યુવકની પોલીસે ધરપકડ કરવામાં આવી છે, ત્યાં હાજર CRPFના જવાનોને તેના પર શંકા જતા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, બુધવારે સવારે CRPFના જવાનો સંસદ માર્ગની પાસે તૈનાત હતા. આ દરમિયાન એક શખ્સને વિજય પાર્ક નજીક જોયો હતો. જે બાદ તેનાથી પૂછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછમાં જાણવા મળ્યું કે, તે યુવક કાશ્મીરનો છે અને તેની પાસે જે 2 દસ્તાવેજો મળ્યા હતાં. જેમાં તેના બે અલગ અલગ નામો હતા, ત્યારે વધુ પુછપરછ કરતા જવાનોને તેના પર શંકા ગઇ હતી. જે બાદ તેમણે પોલીસને આ વિશે જાણકારી આપી હતી. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને તેની પાસે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ મુજબ, આ યુવક પાસે કોઇ સંદિગ્ધ સમાન નથી મળ્યો. તેના આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ પર અલગ અલગ નામ છે. જેની પાસે હાલ સ્પેશલ સેલ પૂછપરછ કરી રહી છે. જો તેની પાસે કોઇ સંદિગ્ધ માહિતી નહીં મળે તો તેને મુક્ત કરી દેવામાં આવશે.