લખનઉઃ માનિકપુરના મોટા જંગલમાં પોલીસ અને ડાકુઓ વચ્ચે અથડામણ થઇ હતી. ચિત્રકુટમાં એક વાર ફરીથી બીહડોમાં ગૂંજેલી ગોળીબારી લગભગ 3 કલાક ડાકુઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં 50 હજારના ઇનામી ડાકુ મુબારકને લાગેલી ગોળી જેને માનિકપુર સ્વાસ્થય કેન્દ્રમાં સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત હનીફ નામનો ડાકુ ફરાર છે.
આ અંગે વધુ માહિતી આપતા પોલીસ અધિક્ષક અંકિત મિતલનું કહેવું છે કે, માનિકપુર પોલીસ સ્ટેશનને સૂચના મળી હતી કે, છેલ્લા 2-3 દિવસથી અમુક લોકો અહીં ફરી રહ્યા છે. પહેલી તારીખે જે અથડામણ થઇ હતી, તે બદમાશો અહીંયા 3-4 દિવસથી ફરી રહ્યા હતા તો તે પોલીસે માનિકપુરની પુરી ટીમની સાથે પહોંચીને ઘેરાવો કર્યો હતો અને તેને પોતાને સરેન્ડર કરવા જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે બાદ ડાકુઓએ ફાયરિંગ શરુ કર્યું હતું તો પોલીસે પણ તેના જવાબમાં ફાયરિંગ શરુ કર્યું અને લગભગ 20-25 રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું. આ ફાયરિંગમાં ડાકુ જેનું નામ મુબારક છે તેને ગોળી વાગી હતી અને કિશન નામનો બદમાશ ત્યાંથી નાસી છૂટ્યો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ બધા ડાકુઓ પર પહેલાથી જ માનિકપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ છે.