મુંબઇ: એલ્ગાર પરિષદ-માઓવાદિઓ સંબધ રાખવાના કેસમાં જેલમાં બંધ કવિ અને કાર્યકર્તા વરવરા રાવને કોરોનાનો ચેપ લાગ્યો છે.હોસ્પિટલ પ્રશાસને ગુરુવારે આ માહિતી આપી હતી.
નવી મુંબઈની તાલોજા જેલમાં ન્યાયિક કસ્ટડીમાં રખાયેલા 80 વર્ષીય રાવને આ અઠવાડિયામાં સરકારી જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેજે હોસ્પિટલના ડીન રણજીત મનકેશ્વર મુજબ, રાવના કોરોના રિપોર્ટમાં તેમને કોરોના સંક્રમણ થવાની પુષ્ટિ થઇ છે.
મનકેશ્વરે જણાવ્યું કે, તેમની સારવાર ચાલી રહી છે. ચક્કર આવવાની ફરિયાદ બાદ રાવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.