નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, કોરોના વાયરસ પર તૈયારીઓ વિશે વ્યાપક સમીક્ષા કરવામાં આવી રહી છે. જે અંગે વિવિધ મંત્રાલયો અને રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યાં છે.
વિદેશથી ભારતમાં આવનારા લોકોનું સ્ક્રીનિંગ અને સારવારની સુવિધા શરુ કરવામાં આવી છે. ભારત સરકારે 26 દવાઓના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના 2 કેસ સામે આવ્યા છે. ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરતા જણાવ્યું છે કે, ઈટલી, ઈરાન, દક્ષિણ કોરિયા અને જાપાનના નાગરિકો જેમણે 3 માર્ચ અથવા તે પહેલાં નિયમિત વિઝા/ ઈ-વિઝા જાહેર કર્યા હતા તેને રદ્દ કરવામાં આવ્યા છે.