ETV Bharat / bharat

PM મોદી બોલ્યા- 'દેશમાંથી 1,500 કાયદા રદ્દ કરાયા' - નવી દિલ્હી

દિલ્હીમાં આયોજીત આંતરરાષ્ટ્રીય ન્યાયિક સમ્મેલનમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, આંતકવાદીઓ અને ભ્રષ્ટ લોકોને ગોપનીયતાનો અધિકાર નથી. આ કાર્યક્રમને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ, મુખ્ય જજ એસ.એ. બોબડે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું છે. PM મોદીએ કહ્યું કે, દેશમાં 1,500 કાયદાને રદ્દ કરવામાં આવ્યાં છે.

ETV BHARAT
આતંરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલન: વડાપ્રધાન બોલ્યા-દેશમાં 1,500 કાયદા રદ્દ કરાયા
author img

By

Published : Feb 22, 2020, 9:47 AM IST

Updated : Feb 22, 2020, 1:18 PM IST

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ન્યાયિક સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ, મુખ્ય જજ એસ.એ. બોબડે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં 1,500 કાયદાને રદ્દ કરવામાં આવ્યાં છે.

PM મોદીનું સંબોધન

  • હું આજે આ પ્રસંગે ભારતની ન્યાયપાલિકાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેમણે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલનની ગંભીરતાને સમજી છે, જેમાં નિરંતર માર્ગદર્શન પૂરૂં પાડ્યું છે.
  • તાત્કાલિક ન્યાનું સમાધાન એક પ્રકારે ટેકનિક પાસે છે. સરકારનો પણ પ્રયાસ છે કે, દેશની તમામ કોર્ટને E-Court Integrated Mission Mode Project સાથે જોડવામાં આવે. National Judicial Date Gridની સ્થાપનાથી પણ કોર્ટની પ્રક્રિયા સરળ બનશે.
  • આવ રીતે જ સૈન્યમાં દિકરીઓની નિમણૂંક, ફાઇટર પાયલટની પસંદગી, માઈન્સમાં રાત્રિના સમયે કામ કરવાની સ્વતંત્રતા વગેરે બદલાવ સરકાર દ્વારા કરવામાં આવ્યાં છે.
  • 21મી સદીમાં ભારત આ ભાગીદારીના બીજા પડાવમાં ઝડપી આગળ વધી રહ્યું છે. બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાનના કારણે પહેલી વખત એજ્યુકેશન એનરોલ્મેન્ટમાં ગર્લ બાળકો છોકરાઓથી વધુ છે.
  • ભારત દુનિયાના બહુ ઓછા દેશોમાંનો એક છે જેમણે સ્વતંત્રતા બાદથી મહિલાઓને વોટ આપવાનો અધિકાર આપ્યો છે. આજે 70 વર્ષ બાદ ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી પોતાના સર્વોચ્ય સ્તર પર છે.
  • મને આનંદ છે કે, આ કૉન્ફરેન્સમાં 'Gender Just World'ના વિષયને પણ રાખવામાં આવ્યો છે. દુનિયાના કોઈ પણ દેશ, કોઈ પણ સમાજ Gender Justice વિના પૂર્ણ વિકાસ કરી શકતા નથી અને ન્યાયપ્રિયતાનો દાવો પણ કરી શકતા નથી.
  • દેશમાં આવા અંદાજે 1,500 જૂના કાયદાઓને રદ્દ કરવામાં આવ્યા છે, જેની પ્રાસંગિકતા આજેના સમયે સમાપ્ત થઈ રહી છે, સમાજને મજબૂતી અપાવનારા નવા કાયદાને પણ એટલી જ ઝડપી બનાવવામાં આવ્યા છે. સરકારે પૂર્ણ સંવેદનશીલતા સાથે કાર્ય કર્યું છે.
  • તમામ પડકારો વચ્ચે ઘણી વખત દેશના બંધારણના ત્રણેય પીલોરોએ યોગ્ય રસ્તો શોધ્યો છે. મને ગર્વ છે કે, ભારતમાં આ પ્રકારની એક સમૃદ્ધ પરંપરા વિકસિત થઇ છે. ગત 5 વર્ષમાં ભારતની વિવિધ સંસ્થાઓએ આ પરંપરાને વધુ સશક્ત બનાવી છે.
  • તમામ ભારતીયને ન્યાય પાલિકા પર ખૂબ આસ્થા છે. થોડા સમય અગાઉ એવા મોટા નિર્ણયો આવ્યા છે, જે અંગે સમગ્ર વિશ્વમાં ચર્ચા હતી. નિર્ણય અગાઉ ઘણા પ્રકારની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહીં હતી, પરંતુ થયું શું? તમામ લોકોએ ન્યાય પાલિકા દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને સહજતાથી સ્વિકારી લીધા છે.
  • ગાંધી બાપૂનું જીવન સત્ય અને સેવાને સમર્પિત હતું, તેમને કોઈ પણ ન્યાયતંત્રનો પાયો ગણવામાં આવતા હતા અને આપણા બાપૂ ખુદ એક વકીલ પણ હતા. બાપૂ પોતાના જીવનનો પ્રથમ કેસ લડ્યા, એ અંગે તેમની આત્મકથામાં પણ વર્ણન કરવામાં આવ્યું છે.
  • આ કૉન્ફરેન્સ 21મી સદીના ત્રીજા દાયકાની શરૂઆતમાં થઇ રહીં છે. આ દાયકો ભારત સહિત સમગ્ર દુનિયામાં થનારા બદલાવમા એક છે. આ બદલાવ સામાજિક, આર્થિક અને ટેક્નિકલ ક્ષેત્રમાં થશે. આ બદલાવ તર્ક સંગત અને ન્યાય સંગત હોવો જોઈએ. આ બદલાવ તમામના હિતમાં થવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ન્યાયિક સમ્મેલનની મેજબાની ભારત કરી રહ્યું છે. જેનું આયોજન રાજધાની દિલ્હીમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઘણા દેશોના સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ અને વિશેષ હસ્તિઓએ ભાગ લીધો છે.

આ સમ્મેલનમાં દિલ્હીમાં 47 દેશોના સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ, સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ અને આંતરરાષ્ટ્રીય ન્યાયાલય એટલે કે ઈન્ટરન્શનલ કોર્ટ ઑફ જસ્ટિસના જજ આંતરરાષ્ટ્રીય કાયદા અને પરસ્પર સંકલન સારૂં બનાવવા માટે ચર્ચા કરશે.

Last Updated : Feb 22, 2020, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.