નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે એક મોટું પગલું લેવામાં આવી રહ્યું છે. એક મહિનાની અંદર દરેક જાહેરાત, દરેક સુધારા, ભલે તે પછી કૃષિ ક્ષેત્રમાં હોય, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્રમાં હોય કે પછી કોલ અને ખાણકામ ક્ષેત્રમાં હોય, ઝડપથી તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, મજબૂત ખાણકામ અને ખનિજ ક્ષેત્ર વિના દેશને આત્મનિર્ભર બનાવવો શક્ય નથી. કારણ કે ખનીજ અને ખાણકામ એ આપણા અર્થતંત્રના મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. આ સુધારા પછી હવે કોલસા ઉત્પાદન, સમગ્ર કોલસા ક્ષેત્ર પણ એક રીતે સ્વનિર્ભર બનવા માટે સક્ષમ બનશે.