નવી દિલ્હીઃ અમેરિકાની ગ્લોબલ ડેટા ઈન્ટેલિજન્સ (Global Data Intelligence) કપંનીએ Morning Consult Political Intelligence એ એક રેટિંગ બહાર પાડ્યું છે. આ રેટિંગ કોરોનાની વૈશ્વિક સમસ્યા સામે દુનિયાભરના નેતાઓની કામ કરવાની ક્ષમતા અને તેના પર રહેલા લોકોનો વિશ્વાસ જેવા બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.
આ રેટિંગમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપ્રુવલ રેટિંગને દુનિયાના બાકીના તમામ નેતાઓ કરતાં ઉપર રાખવામાં આવ્યું છે. આ રેટિંગમાં નરેન્દ્ર મોદી 68 અપ્રુવલ પોઈન્ટસ સાથે પહેલા સ્થાન પર છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માઈનસ 3 એપ્રુવલ પોઈન્ટ્સ મળ્યા છે.
આ રેટિંગ માટે 1 જાન્યુઆરી 2020થી 14 એપ્રિલ 2020 સુધી વિશ્વના અન્ય નેતાઓને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં અને દરરોજ સરેરાશ 447 ઇન્ટરવ્યુ લેવામાં આવતા હતાં. 1 જાન્યુઆરી 2020 ના રોજ નરેન્દ્ર મોદીની મંજૂરી રેટિંગ પોઇન્ટ 62 હતી. જ્યારે 14 એપ્રિલ સુધીમાં તે 68 થઈ ગઈ છે. આમ, નરેન્દ્ર મોદી કોરોના વાઈરસ સામે લડવામાં વર્લ્ડ લીડર બની ઉભરી આવ્યાં છે.