નવી દિલ્હી: ગુજરાતમાં મોઢેરાના સૂર્ય મંદિરનો એક વીડિયો ટ્વીટ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, સુપ્રસિદ્ધ મોઢેરાનું સૂર્ય મંદિર વરસાદી માહોલ વચ્ચે નયનરમ્ય દેખાઈ રહ્યું છે. હાલ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે મોઢેરામાં આવેલા સૂર્ય મંદિરમાં વસરાદી પાણી મંદિર આગળના કુંડમાં આવી રહ્યું છે. જેનો એક વીડિયો વડાપ્રધાન મોદીએ શેર કર્યો છે.
-
Modhera’s iconic Sun Temple looks splendid on a rainy day 🌧!
— Narendra Modi (@narendramodi) August 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Have a look. pic.twitter.com/yYWKRIwlIe
">Modhera’s iconic Sun Temple looks splendid on a rainy day 🌧!
— Narendra Modi (@narendramodi) August 26, 2020
Have a look. pic.twitter.com/yYWKRIwlIeModhera’s iconic Sun Temple looks splendid on a rainy day 🌧!
— Narendra Modi (@narendramodi) August 26, 2020
Have a look. pic.twitter.com/yYWKRIwlIe
આ વીડિયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ ટ્વીટ કર્યો છે. વરસાદી માહોલ વચ્ચે મોઢોરાનું સૂર્ય મંદિર હાલ્હાદક લાગી રહ્યું છે. મોઢેરાના સૂર્ય મંદિરનો વીડિયો શેર કરતા PM મોદીએ લખ્યું કે, મોઢેરાનું આઇકોનિક સૂર્ય મંદિર વરસાદના દિવસે જોવાલાયક લાગી રહ્યું છે. મહત્વનું છે કે, મોઢેરાનું સૂર્યમંદિર PM મોદીના માદરે વતન વડનગરથી નજીક છે.
આ પણ વાંચોઃ- મોઢેરાઃ સૂર્યમંદિરના સૂર્યકુંડમાં વરસાદી પાણીનું ઝરણું, જુઓ નયનરમ્ય નજારો
મોઢેરાના સૂર્યમંદિર વિશે
મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બેચરાજી, પાટણ શહેરથી નજીક આવેલું છે. આ સૂર્યમંદિર સ્થાપત્ય કળા તેમજ શિલ્પકામનો અજોડ નમૂનો પ્રસ્તુત છે. ઈ. સ. 1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ આ મંદિરના નિર્માણ કરાવ્યું હોવાનું મનાય છે. આ સૂર્ય મંદિરનું 23.6° અક્ષાંસ પર કર્કવૃત્ત નજીક બંધાયેલું છે. આ સ્થાન પહેલા સીતાની ચૌરી અને રામકુંડ તરીકે સ્થાનિકોમાં જાણીતું હતું. મોઢેરા પુષ્પાવતી નદીને કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે, જે ૧૧મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી (ભીમદેવ પહેલા)ના શાસનકાળમાં સૂર્યમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે જગવિખ્યાત છે.
આ પણ વાંચોઃ- મોઢેરાનું સૂર્ય મંદિરઃ ઇતિહાસ અને વૈભવપૂર્ણ ગાથા...
પુરાણોમાં આ વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. આ પુરાણો અનુસાર જ્યારે રામે રાવણનો વધ કર્યો, ત્યારે તેમણે વસિષ્ઠ ઋષિને એવા સ્થળની પૃચ્છા કરી જ્યાં તેઓ બ્રહ્મહત્યાનું પાપ ધોઇ શકે (રાવણ બ્રાહ્મણ હતો). વસિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા કહ્યું હતું. જે હાલના મોઢેરા નજીક હતું. ધર્મારણ્યમાં રામે મોઢેરક ગામ સ્થાપ્યું અને ત્યાં યજ્ઞ કર્યો હતો, ત્યારબાદ ત્યાં સીતાપુર ગામની સ્થાપના થઇ હતી. જે બેચરાજી મોઢેરકથી 15 કિમી દૂર હતું. બાદમાં આ ગામ મોઢેરા તરીકે ઓળખાવા લાગ્યું. મોઢેરામાં જ્ઞાનેશ્વરી વાવ આવેલી છે, જે 16-17મી સદીની છે. આ વાવમાં સામાન્ય રીતે છેલ્લા માળમાં આવેલા મંદિરની જગ્યાએ પ્રથમ માળમાં મંદિર આવેલું છે.
જો કે, હાલના સમયમાં આ મંદિરમાં પૂજા થતી નથી. આ મંદિર ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય સ્મારક જાહેર કરાયેલું છે. મહત્વનું છે કે, ગુજરાત પ્રવાસન વિભાગ દર વર્ષે ૩ દિવસનો નૃત્ય મહોત્સવ યોજે છે. જે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાયણ પછી યોજાય છે, જેને ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે.