નવી દિલ્હી: કોવિડ-19 વૈશ્વિક મહામારીને લઈને આજે લોકો યોગ દિવસ ડિજિટલ મંચ પર મનાવશે. વિશ્વ યોગ દિવસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું. યોગ દિવસ દુનિયામાં પ્રથમ વખત 21 જૂન 2015ના રોજ મનાવવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષ 21 જૂનના રોજ યોગ દિવસ મનાવવામાં આવે છે, પરંતુ આ વખતે પ્રથમ વખત ડિજિટલ માધ્યમ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.
- PM મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને શુભકામના,આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વ ભાઈચારાનો સંદેશ છે.
- એક નાગરિકના રુપમાં આપણે પરિવાર અને સમાજના રુપમાં એક થઈ આગળ વધશું. આપણે પ્રયાસ કરશું કે, યોગ એટ હોમ વિથ ફેમિલીને આપણા જીવનનો એક ભાગ બનાવીએ.
- કહેવામાં આવ્યું છે કે, યોગ્ય ખોરાક, યોગ્ય રમતો, સૂવા અને જાગવાની યોગ્ય ટેવ અને તમારું કામ અને તમારી ફરજ યોગ્ય રીતે નિભાવવી એજ યોગ છે.
- જ્યારે આપણે યોગના મધ્યમથી સમસ્યાઓનું સમાધાન અને વિશ્વ કલ્યાણની વાત કરી રહ્યા છીએ તો હું કૃષ્ણના કર્મયોગને ફરી વખત યાદ કરાવવા માગુ છું. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ યોગની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, योगः कर्मसु कौशलम् અર્થાત કર્મની કુશળતા એજ યોગ છે.
- યોગનો સાધક સંકટમાં ક્યારેય ધૈર્ય ગુમાવતો નથી. અર્થાત અનુકૂળતા-પ્રતિકુળતા, સફળતા-નિષ્ફળતા, સુખ-દુ:ખ દરેક પરિસ્થતિમાં સામન રહેશે. અડગ રહેવાનું નામ એટલે યોગ છે.
- તમે પ્રાણાયમને દરરોજના શેડ્યૂલમાં સામેલ કરો અને અનુલોમ-વિલોમની સાથે તમે બીજી પ્રાણાયમ ટેક્નીકસ પણ શીખો અને સિદ્ધ કરો.
- કોવિડ-19 વાઈરસ આપણા શ્વસન તંત્ર એટલે કે શ્વાસન પ્રણાલી પર એટેક કરે છે. આપણી શ્વસન પ્રણાલીને મજબૂત કરવા સૌથી વધુ મદદ મળે છે તે છે પ્રાણાયમ, એટલે કે, બ્રિધિંગ એકસસાઈઝ.
- બાળકો, યુવા, પરિવાર, વૃદ્ધો સૌ એક સાથે મળી બધા યોગ દ્વારા એક સાથે જોડાય છે. આખા ઘરમાં એક ઉર્જા સંચાર થાય છે. જેથી આ વખતે યોગ દિવસ, ભાવનાત્મક યોગ માટેનો દિવસ પણ છે, ફેમિલી બોન્ડિંગ વધારવાનો પણ દિવસ છે.