નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે દેશમાં ત્રણ મે સુધી લૉકડાઉન વધારવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, દેશવાસીઓ ધીરજ રાખે અને નિયમોનું પાલન કરીને કોરોના વાઇરસની મહામારીને પણ હરાવી શકાશે. વડાપ્રધાને દેશવાસીઓ પાસેથી સાત વચનો આપાનું કહ્યું છે.
PM મોદીએ સાત વાતોમાં સાથ આપવાની અપીલ કરી
પહેલી વાતઃ
પોતાના ઘરના વડીલો અને વૃદ્ધોનું વિશેષ ધ્યાન રાખવા જણાવ્યું. ખાસ કરીને એવા વ્યક્તિ જેને જૂની કોઇ બિમારી છે. જેની તમારી અતિરિક્ત સંભાળ રાખવી પડશે. તેણે કોરોના વાઇરસથી બચાવીને રાખવા પડશે.
બીજી વાતઃ
લૉકડાઉન અને સામાજિક અંતરની લક્ષ્મણ રેખાનું પાલન કરો. ઘરમાં બનેલા ફેસ કવર અથવા માસ્કનો અનિવાર્ય રુપે ઉપયોગ કરો.
ત્રીજી વાતઃ
કોરોના સંક્રમણના ફેલાવાને રોકવામાં મદદ કરવા માટે આરોગ્ય સેતુ મોબાઇલ એર જરુરથી ડાઉનલોડ કરો અને બીજાને પણ આ ઍપ ડાઉનલોડ કરવા પ્રેરિત કરો.
ચોથી વાતઃ
પોતાની ઇમ્યુનિટી વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આપેલા નિર્દેશોનું પાલન કરો. ગરમ પાણી, ઉકાળાનું દરરોજ સેવન કરો.
પાંચમી વાતઃ
જેટલી થઇ શકે તેટલી ગરીબોના પરિવારની સંભાળ રાખો, તેમના ભોજનની આવશ્યક્તાને પુરી કરો.
છઠ્ઠી વાતઃ
તમે તમારા વ્યવસાય, પોતાના ઉદ્યોગમાં પોતાની સાથે કામ કરતા લોકો પ્રતિ સંવેદના રાખો અને કોઇપણને નોકરીમાંથી ન નીકાળો.
સાતમી વાતઃ
દેશમાં કોરોના વાઇરસ યોદ્ધાઓ, આપણા ડૉકટરો, નર્સેસ, સફાઇકર્મી, પોલીસકર્મીનું સમ્માન કરો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પુરી નિષ્ઠાની સાથે 3 મે સુધી લૉકડાઉનના નિયમોનું પાલન કરો. જ્યાં છે, ત્યાં જ રહો અને સુરક્ષિત રહો...