અહીં મહત્ત્વનું છે કે, મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિને બંગાળ આવવા નિમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ભારતને તેમની અંતરદ્રષ્ટિ અને નીતિગત મામલે ઊંડી સમજથી ઘણો લાભ મળ્યો છે. ગરીબો અને પછાતોને સશક્ત બનાવવા માટે તેમની પ્રતિબદ્વતા જોઈ શકાય છે.
ભાજપ અધ્યક્ષ અને ગૃહપ્રધાન અમિત શાહે પણ રાષ્ટ્રપતિને જન્મદિવસની શુભેચ્છા આપી છે. શાહે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને જન્મદિવસની શુભકામનાઓ.
શાહે જણાવ્યું હતું કે, 130 કરોડ ભારતીયોના કલ્યાણ માટે તેમનું સમર્પણ અનુકરણીય છે. દરેક વર્ગના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા બદલ તેમના પ્રયાસો પ્રેરીત કરનારા છે. ભગવાન પાસે તેમના લાંબા અને દીધાર્યુ આયુષ્ય માટે પ્રાર્થના કરુ છું.
અહીં ઉલ્લેખનીય છે કે, રામનાથ કોવિંદ 1 ઓક્ટોબર 1945ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં જન્મ્યા હતા. આજના દિવસે તમામ નેતાઓ રાષ્ટ્રપતિને જન્મદિવસની શુભકામના આપી રહ્યા છે.