નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાવવાની છે. જેમાં મતદાન પહેલા આજે એટલે કે, 6 ફેબ્રુઆરીચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. જેથી આજે દરેક પાર્ટીના નેતાઓ પ્રજાને પોતાની તરફ ખેંચવા માટે તાબડતોડ મહેનત કરી રહ્યાં છે.
ચૂંટણી પ્રચાર કાર્યક્રમની જાણકારી અનુસાર, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત આહે અને BJP અધ્યક્ષ જે.પી નડ્ડાએ રોડ શૉ કરશે, ત્યારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ભવ્ય રોડ શૉનું આયોજન કરી વોટ માટે અપીલ કરશે.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાય નુક્ક્ડ સભા અને રોડ શૉમાં ભાગ લેશે. તેમજ નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર પણ ભાજપના સમર્થનમાં પ્રચાર કરશે, હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર પણ ભાજપ તરફથી ચૂંટણી પ્રચાર કરશે, બીજેપી સાંસદ રવિકિશન પણ નુક્કડ સભા કરશે અને મનોજ તિવારી 6 વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શૉ કરશે, તો બીજી તરફ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સહિત અનેક સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારમાં જોડાશે.