નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે 22 બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કર્યા હતાં. જેમની સાથે આજે વડાપ્રધાન મોદી સંવાદ કરશે.
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યાનુસાર, વડાપ્રધાન મોદી બાળકોની સાથે- સાથે 1730 આદિવાસી કલાકારો, NCC કેડેટ અને NSSના સ્વયંસેવકો સહિત અન્ય કલાકારો સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમમાં ગણતંત્ર દિવસ પરેડના કલાકાર પણ સામેલ થશે. જેમા તે ‘ એડ હૉમ’ કાર્યક્રમમાં જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ વિજેતાઓમાં જમ્મુ કાશ્મીર, મણિપુર અને અરુણાચલ પ્રદેશ સહિત વિભિન્ન રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશના બાળકો પણ સામેલ છે.
ભારત સરકાર બાળકોને રાષ્ટ્ર નિર્માણનો મજબૂત સ્તંભ રૂપ જોવા માગે છે. બાળકોની મહત્વકાંક્ષાઓને ઉંડાણ આપવી જોઈએ. તેમની ઉપલબ્ધિઓને સન્માન આપવું જોઈએ. કારણ કે, તેનાથી બાળકોને આગળ વધવાનું પ્રોત્સાહન મળે છે.