નવી દિલ્હી : એક અનોખી પહેલ કરીને વડાપ્રધાન મોદી ગુરૂવારે ફીટ ઈન્ડિયા અભિયાનની પહેલી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે યોજાયેલા રાષ્ટ્રવ્યાપી ઓનલાઇન ફિટ ઇન્ડિયા સંવાદ દરમિયાન તંદુરસ્તી પ્રભાવકો અને નાગરિકો સાથે સંવાદ કરશે.
ઓનલાઇન ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન સહભાગીઓ તેમની તંદુરસ્તી મેળવવાની યાત્રાના કેટલાક ટુચકાઓ અને ટીપ્સ શેર કરશે, જ્યારે વડાપ્રધાન તેમને તંદુરસ્તી અને સારા સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપશે. આ સંવાદમાં વિરાટ કોહલી, મિલિંદ સોમણ, રૂજુતા દિવેકર તથા અન્ય ફિટનેસ પ્રભાવકો પણ ભાગ લેશે.
કોવિડ-19ના સમયમાં તંદુરસ્તી એ જીવનનું સૌથી મહત્વપૂર્ણ પાસું બની ગયું છે. આ સંવાદ પોષણ, સુખાકારી અને તંદુરસ્તી પરના અન્ય ઘણા પાસાઓ સાથે સમયસુચક અને ફળદાયી વાતચીતને આવરી લેવાશે.
ઈન્ડિયા હેઠળ યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં તમામ ક્ષેત્રના લોકો અને દેશભરના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. ફીટ ઈન્ડિયા ફ્રીડમ રન, પ્લોગ રન, સાયક્લોથોન, ફીટ ઈન્ડિયા વીક, ફીટ ઈન્ડિયા સ્કૂલ સર્ટિફિકેટ અને અન્ય વિવિધ કાર્યક્રમોમાં સાડા ત્રણ કરોડ લોકોની સંયુક્ત ભાગીદારી જોવા મળી છે.