વડાપ્રધાન મોદી આજે સતત બીજા દિવસે હરિયાણાના પ્રવાસે છે. જ્યાં વડાપ્રધાન બે રેલીઓ કરશે. જેમાં સીરસા અને રેવારી વિધાનસભા વિસ્તારના ઉમેદવારને લઇને વડાપ્રધાન મોદી ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરશે. જ્યાં મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર, સહીત ટોંચના નેતાઓની ઉપસ્થિતીમાં તેઓ રેલીનું સંબોધન કરશે.

જ્યારે ગૃહપ્રધાન અમિત શાહ પણ આજે સતત બીજા દિવસે મહારાષ્ટ્રના પ્રવાસે છે. જેમાં નવાપુર, અકોલા અને કરજાટ-જામખેડમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહીત ટોંચના ભાજપા નેતાઓની ઉપસ્થિતીમાં રેલીને સંબોધન કરશે.
