ઝારખંડમાં મોબલિંચિંગ પર PM મોદીએ કહ્યું કે અમને યુવકની હત્યાનું દુ:ખ છે. પરંતુ એક ઘટના માટે સંપૂર્ણ ઝારખંડને બદનામ કરવું યોગ્ય નથી.
આ ઘટના સાથે જોડાયેલા દરેક આરોપીઓને કડક સજા કરવામાં આવી છે. અપરાધન બદલ સજા કરવા માટે ન્યાય, કાયદા વ્યવસ્થા છે. હિંસાની ઘટનાઓ પર તારુ-મારુ ન કરીને એક થવું જોઇએ. આતંકવાદની જેમ હિંસા પણ એક મુદ્દો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજનૈતિક ચશ્મા ઉતારીને જોઇએ તો ઉજળી દેખાશે, ચશ્મા પહેરીને જોશો તો બધુજ ધુંધળુ દેખાશે.