ETV Bharat / bharat

નવુ કાશ્મીર બનાવવાનું છે, દરેક કાશ્મીરીઓને ગળે લગાવવાના છે: વડાપ્રધાન મોદી

નાસિક: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગૂ ફુંકાય તે પહેલા જ નાસિકમાં વડાપ્રધાન મોદીએ આજે ગુરુવારે એક રેલીને સંબોધન કર્યું છે. નાસિકમાં આ રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર બરાબરના પ્રહારો કર્યા હતા. સાથે સાથે જમ્મુ કાશ્મીરના મુદ્દાઓ પર ખુલ્લીને વાત કરી હતી.

pm modi in nashik
author img

By

Published : Sep 19, 2019, 4:21 PM IST

વડાપ્રધાન મોદીએ અહીં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર જે રીતે આગળ વધવા માગે છે, તેવો વિકાસ થઈ શક્યો નહોતો. મહારાષ્ટ્રમાં પાંચ વર્ષ દેવેન્દ્ર ફડણવીસ સરકારે રાજ્યની ઘણી સેવા કરી છે. વડાપ્રધાને ગુજરાતને મહારાષ્ટ્રનો નાનો ભાઈ કહ્યો છે. હું પણ ત્યાંથી જ આવું છું તેવું પણ કહ્યું હતું.

વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરુઆત મરાઠી ભાષામાં કરી હતી. આ રેલીમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજના વંશજે મને આજે છત્ર પહેરાવ્યું છે. જે મારા માટે સૌથી મોટી વાત છે. લોકોસભા ચૂંટણી વખતે હું અહીં આવતો ત્યારે જે રીતે લોકોએ પ્રતિસાદ આપ્યો હતો, તેના લીધે એક લહેર દોડવા લાગી હતી.

વડાપ્રધાન મોદીએ આગળ જણાવ્યું હતું કે, દેશ જમ્મુ કાશ્મીરના સપનાને સાકાર કરવા આગળ વધી રહ્યો છે. કાશ્મીરમાં હવે દેશનું સંવિધાન લાગૂ છે. આ ફક્ત સરકારનો જ નિર્ણય નથી. દેશની ભાવના પણ છે. વડાપ્રધાને લોકોને અપિલ કરી હતી કે, કાલ સુધી લોકો કહેતા હતા કે, કાશ્મીર આપણું છે. હવે હિન્દુસ્તાની કહેશે કે, નવું કાશ્મીર બનાવવાનું છે, કાશ્મીરીઓને ગળે લગાવાના છે.

વડાપ્રધાને આગળ જણાવ્યું હતું કે, હવે ફરી એક વાર કાશ્મીરને સ્વર્ગ બનાવવાનું છે. કાશ્મીરને બનાવવા માટે સમગ્ર દેશને આગળ આવવાનું છે. અત્યાર સુધી કાશ્મીર દિલ્હીની ખોટી નીતિઓનો શિકાર બન્યું હતું, પણ હવે આપણે કાશ્મીરોના દુ:ખને સમજવાનું છે.

શરદ પવાર પર કર્યા પ્રહારો
વડાપ્રધાન મોદીએ અહીં કોંગ્રેસ અને એનસીપી નેતાઓ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની ભૂલ તો સમજાય છે, પણ શરદ પવાર જેવા અનુભવી નેતા આવા નિવેદન આપે ત્યારે દુ:ખ થાય છે. શરદ પવારને પાડોશી દેશ સારો લાગે છે. આ તેમની મરજી છે, પણ સમગ્ર દેશ જાણે છે કે, આતંકવાદની ફેક્ટરી ક્યાં છે.

વડાપ્રધાન મોદીએ અહીં તેમના શાસનના બીજા કાર્યકાળની ઉપલબ્ધીઓને જનતાની સામે રાખી હતી.

આગળ તેમણે જણાવ્યું હતું કે, 2009માં આપણી સેનાએ 1 લાખ 86 હજાર બુલેટપ્રુફ જેકેટની માગ કરી હતી. પણ કોંગ્રેસની સરકારે તેને પુરુ કર્યું નહોતું. પણ 2014માં જ્યારે અમારી સરકાર આવી તો તુરંત જ તેની પ્રતિક્રિયા શરૂ થઈ ગઈ હતી. આટલું જ નહીં હવે તો ભારત બુલેટપ્રુફ જેકેટ પણ બનાવે છે અને 100થી વધારે દેશમાં તેની નિકાસ પણ થાય છે.

આ રેલીમાં વડાપ્રધાને કહ્યું હતું કે, હવે અમારુ ફોકસ ઘર ઘરમાં પાણી પહોંચાડવાનું છે. અમારી સરકારે દેશમાં પશુધનને બિમારીથી મુક્ત કરવા માટેનું કામ શરૂ કરી દીધું છે. પશુમાં રશિ મુકવાનુ કામ, મત નહીં દેશ માટે ચલાવવામાં આવે છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.