તેમણે એમ પણ કહ્યું હતું કે, આજે સમગ્ર દેશ રાષ્ટ્રની સુરક્ષાને લઈ એક સુરમાં વાત કરી રહ્યા છે. આ જ વિશ્વાસ મારી તાકાત છે. જેના બળ પર હું મોટા મોટા નિર્ણયો લઈ શકું છું.
અહમદનગરમાં વડાપ્રધાને જનતાને કહ્યું કે, હવે તમારે નક્કી કરવાનું છે, કે તમારે ઈમાનદાર ચોકીદાર જોઈએ કે, ભ્રષ્ટાચારી નામદાર. હિન્દુસ્તાનનો હિરો જોઈએ કે પાકિસ્તાની તરફેણ કરનારા. આતંકવાદને મુદ્દે વાત કરતા તેમણે કહ્યું કે, ચોકીદારે આતંકીઓમાં એવો ડર ફેલાવી દીધો છે કે, તેમની હવે એક પણ ભૂલ તેમને બહું ભારે પડશે. આ ચોકીદાર તેમને પાતાળમાંથી પણ શોધીને બહાર કાઢી લાવશે.
આજે એક બાજું કોંગ્રેસ અને એનસીપીની મહામિલાવટ છે તો બીજી બાજું એનડીએનો મજબૂત ઈરાદો છે. મહારાષ્ટ્રમાં તેમની સરકારમાં અનેક હુમલાઓ અને હુલ્લડો થતા હતા પણ છેલ્લા પાંચ વર્ષમાં આવા હુમલાઓ બંધ થઈ ગયા છે.