નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે 12 રેલીઓ કરશે, જેની શરૂઆત 23 ઓક્ટોબરથી થશે. જેની જાણકારી ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે આપી છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, બિહારમાં વડાપ્રધાન મોદીની બધી રેલીઓ એનડીએની હશે. તે 12 રેલીઓ સંબોધશે. જેમાં સૌથી પહેલા 23 તારીખે સાસારામ, ગયા અને ભાગલપુરમાં રેલીનું સંબોધન થશે. 28 ઓક્ટોબરે દરભંગા, મુજફ્ફરપુર અને પટનામાં રેલી કરશે. ત્યાર બાદ મોદી 1 તારીખે ફરી બિહારમાં ચૂંટણી પ્રચાર માટે આવશે.
3 સપ્તાહમાં વડાપ્રધાનની થશે 12 રેલીઓ
બિહારમાં ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ અઠવાડિયામાં 12 રેલીનું સંબોધન કરશે. અત્યાર સુધી નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ પીએમ મોદી પહેલી રેલી 23 ઓક્ટોબરે કરશે.