અયોધ્યા: અયોધ્યામાં આજે બુધવાર 5 ઓગસ્ટના રોજ PM નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરના ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે, ત્યારે ભૂમિ પૂજન કાર્યક્રમની તૈયારીઓ જોરશોર થઈ હતી. આ કાર્યક્રમ પહેલાં અયોધ્યાને વિવિધ રોશનીથી શણગારવામાં આવ્યું હતુું. આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. PM મોદી અયોધ્યામાં 3 કલાક રોકાશે.
PM મોદીનો અયોધ્યા કાર્યક્રમ
- આજે 5 ઓગસ્ટ વહેલી સવારે દિલ્હીથી પ્રસ્થાન કરશે
- 9:35 કલાકે દિલ્હીથી ઉડાન ભરશે
- 10:35 કલાકે લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ
- 10:40 કલાકે હેલિકૉપ્ટરથી અયોધ્યા માટે રવાના થશે
- 11:30 કલાકે અયોધ્યા સાકેત કૉલેજના હેલિપૈડ પર લેન્ડિંગ કરશે
- 11:40 હનુમાન ગઢી પહોંચી 10 મિનિટ પૂજા-દર્શન
- 12 રામ જન્મભૂમિ પરિસર પહોંચવાનો કાર્યક્રમ
- 10 મિનિટમાં રામલલ્લા વિરાજમાનના પૂજા-દર્શન
- 12:15 રામલલ્લા પરિસરમાં પારિજાતનું વૃૃક્ષારોપણ
- 12:30 ભૂમિ પૂજન કાર્યક્રમનો શુભારંભ
- 12:40 રામ મંદિરની આધારશિલાની સ્થાપના કરશે
- 2:05 સાકેત કૉલેજ હેલિપેડ માટે રવાના
- 2:20 લખનઉ માટે રવાના