આ શિખર સંમેલનમાં તેઓએ વૈશ્વિક સુરક્ષા સ્થિતિ, બહુપક્ષીય આર્થિક સહયોગ, લોકોની વચ્ચે સંપર્ક અને આંતરરાષ્ટ્રીય ઉપરાંત ક્ષેત્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે, SCO સમેલેનમાં યજમાની બદલ આભાર. આ મેહમાનગતીને લઇને કિર્ગિસ્તાન ગળરાજ્યની સરકાર અને રાષ્ટ્રપતિ જીનબેકોબનો આભાર વ્યક્ત કરુ છું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરી કહ્યું કે, 'આભાર બિશ્કેક, કિર્ગિસ્તાનના સફળ પ્રવાસ બાદ વડાપ્રધાન નરેંન્દ્ર મોદી નવી દિલ્હી જવા રવાના'