રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વીટર પર કહ્યું હતું કે, ત્રણ સપ્તાહમાં પાંચ ગોલ્ડ મેડલ જીતવા બદલ હિમા દાસને શુભકામનાઓ, તમે અદ્ભૂત છે, આવુ જ પ્રદર્શન જાળવી રાખો તેવી શુભકામના...
વડાપ્રધાન મોદીએ હિમાને શુભકામના આપતા જણાવ્યું હતું કે, ભારતને હિમા દાસે વિતેલા થોડા દિવસમાં અપાવેલી ઉપલબ્ધીઓ પર ઘણુ ગર્વ છે. દરેક લોકો ઘણા ખુશ છે કે, તેમણે અલગ અલગ સ્પર્ધામાં પાંચ મેડલ જીત્યા છે. તેમને શુભકામના તથા ભવિષ્યના પ્રયાસો માટે પણ શુભકામનાઓ...
સચિનને લખ્યું હતું કે, જેવી રીતે તમે વિતેલા થોડા દિવસમાં ચેકગણરાજ્યમાં દોડી રહ્યા છો, જીત પ્રત્યે તમારી ભૂખ અને દ્રઢતા યુવાનો માટે પ્રેરણા આપનારી છે. પાંચ મેડલ માટે ખૂબ શુભકામનાઓ, તથા ભવિષ્ય માટે પણ ખૂબ શુભકામનાઓ...
અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, શુભકામના, શુભકામના, શુભકામના, જય હિંદ. અમને બધાને તમારા પર ગર્વ છે. તમે ભારતનુ નામ સુવર્ણ અક્ષરોથી લખ્યું છે.