આ સિવાય PM મોદીએ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ અને NCP નેતાઓની લિંક પર નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્રને લોહીથી રંગનારની સાથે આ લોકોની રંગરેલિયાં ચાલતી હતી.
વડાપ્રધાન મોદીના ભાષણના મુખ્ય અંશો..
- કેટલાક દિવસોથી તપાસ એજન્સીઓને બદનામ કરવી, કેન્દ્ર સરકારને બદમાન કરવાનું શરુ કરી દીધું છે. પરંતુ, સમય બદલાઈ ગયો છે. તેમના કામોનો જવાબ દેશ લઈને રહેશે.
- PM મોદીએ કહ્યું કે, વિપક્ષને એક ભારત શ્રેષ્ઠ ભારત નહીં, પરંતુ વિભાજીત ભારત જોઈએ છે. આજની તેમની રાજકીય યુક્તિ છે. જે આજે ફેલ થવા જઈ રહી છે
- કલમ 370 નાબૂદ થયા બાદ બધા ખુશ છે. પરંતુ, તેમનો ચહેરો ઉતરી ગયો છે, તેમણે દર્દ થઈ રહ્યો છે. જેવી રીતે પાળીને રાખ્યું હોય ને કંઈ ખોવાઈ ગયું હોય.
- જમ્મુ કાશ્મીર અને લદાખમાં બાબા સાહેબ આંબેડકરના બંધારણે સમગ્ર રીતે લાગુ ન કરવાનો પ્રયત્નોની પાછળ આ લોકોની દુર્ભાવના છે.
- આ વીર સાવરકરના સંસ્કરા છે કે, રાષ્ટ્રવાદને અમે રાષ્ટ્ર નિર્માણના મૂળમાં રાખ્યા છે. બીજી તરફ તે લોકો જેમણે બાબા સાહેબનું અપમાન કર્યું, તેમણે દશકો સુધી ભારત રત્નથી દુર રાખવામાં આવ્યા.
- ગત પાંચ વર્ષમાં મહાયુતીની સરકારે જોવા મળી કે, મહારાષ્ટ્રમાં કોણ ગઠબંધન પ્રમાણિકતાથી આગળ લઈ જાય છે અને કંઈ પાર્ટી વિકાસની ઉંચાઈઓ પર લઈ જઈ શકે છે.
- આજ તમારી સામે વધારે મજબૂત સરકાર બનાવવા માટે, મજબૂત ઇરાદા વાળી સરકાર બનાવવા માટે, તમારી સાથે ઉભી રહેનાર સરકાર બનાવવા માટે, તમારો આશીવાદ લેવા માટે આવ્યો છું.