મુંબઈ: દુનિયાના 150થી વધુ દેશોમાં કોરોના વાયરસનો ફેલાવો થયો છે. જેને લઈને દુનિયામાં અત્યારસુધી 7 હજારથી વધુ લોકોના મોત થયાં છે. ભારત સેન્ટ્રલ રેલવેએ કોરોના વાયરસની અસરને રોકવા માટે અનોખી પહેલ કરી છે.
રેલવે પ્રશાસને મુંબઈ, પુણે, નાગપુર, ભુસાવલ અને સોલાપુર સ્ટેશનોના પ્લેટફૉમ ટિકિટની કિંમતમાં વધારો કરવાનું એલાન કર્યું છે. નવી કિંમત 10 રૂપિયાથી વધારી 50 રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત રેલ વિભાગે 23 ટ્રેનો રદ્દ પણ કરી છે.