કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું છે કે રાજ્યમાં 1 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે, પરંતુ આ માટે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
શુક્રવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં લોકડાઉનમાં થોડી રાહતની માહિતી આપતાં મમતાએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે 1 જૂનથી તમામ ધાર્મિક સ્થળો સવારે 10 વાગ્યાથી ખોલવામાં આવશે. પરંતુ એક સાથે 10 થી વધુ લોકોને કોઈપણ ધાર્મિક સ્થળે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ધાર્મિક સ્થળોએ કોઇ પણ બેઠક કે સભા નહીં થાય.
આ દરમિયાન મમતાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું, 'તે જે મજૂરોને મોકલે છે તે લોકોને તે ભોજન કે પાણી નથી આપી રહી. અમે બધા સ્થળાંતરીત મજૂરોને પાછા લાવવા માંગીએ છીએ. પરંતુ જો તમે બધા મજૂરોને સાથે મોકલશો તો સમસ્યા થશે. તેમણે વધુમાં કહ્યું કે એક સાથે મજૂરોને મોકલવામાં આવશે તો તેનાથી કોરોનાનું જોખમ પણ વધશે.
તેમણે કહ્યું, 'અમે એક સંપૂર્ણ યોજના બનાવી છે અને કેન્દ્ર સરકાર પાસે 295 ટ્રેનની માંગ કરી. અમે જાણીએ છીએ કે અમારી ક્ષમતા કેટલી છે, અમે કેટલા લોકોને ક્વોરેન્ટાઇન રાખી શકીએ છીએ. કેટલા લોકોની સારવાર થઈ શકે છે?