ભાજપના દિગ્ગજ નેતા પીયૂષ ગોયલે કહ્યું કે, રાહુલ ગાંધીની લેફ્ટની સામે બોલવાની હિંમત નથી જ્યારે વાયનાડમાં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ની સામે ચૂંટણી લડી રહ્યા છે. સીતારામ યુચેરી સાથે રાહુલ ગાંધીના ઘણા ફોટા છે. જ્યારે તેમણે અમેઠીમાં સ્મૃતિ ઈરાની હરાવી દેશે તો વાયનાડ ભાગી ગયા. વાયનાડમાં લેફ્ટની સામે ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેમણે આલોચના નહી કરે. તેઓ ડરેલા છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2004થી અમેઠીના સાંસદ છે. 2014માં રાહુલ ગાંધીએ ભાજપના સ્મૃતિ ઈરાનીને પરાજય આપ્યો હતો. 2019માં પણ સ્મૃતિ ઈરાની અમેઠીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ પરથી ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડમાં રાહુલ ગાંધીની સામે લેફ્ટ ડેમોક્રેટિક ફંટે CPI નેતા પીપી સુનીર ચૂંટણી મેદાનમાં છે.