મુંબઇઃ કોરોનાના સતત વધતા જતા કેસની વચ્ચે મહારાષ્ટ્ર સરકાર અષાઢી એકાદશીના પર્વ પર પંઢરપુરમાં વાર્ષિક તીર્થયાત્રાનું આયોજન કરવા જઇ રહી છે. ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે, અષાઢી એકાદશીના અવસરે પંઢરપુરમાં વાર્ષિક તીર્થયાત્રા સુરક્ષિત હોય તે માટે સારી તૈયારીઓ કરવામાં આવી રહી છે. દર વર્ષે યોજાનારી નૌ પાલખીને પણ તીર્થયાત્રામાં અનુમતિ આપવામાં આવી છે.
ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને સ્વાસ્થય પ્રધાન રાજેશ ટોપેએ સંયુક્ત રીતે કલેક્ટપર મિલિંદ શંભરકર, નાગરિક આયુક્ત અને પોલીસ પ્રશાસને અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે તીર્થ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ગૃહપ્રધાને કહ્યું કે, કોરોનાને ધ્યાને રાખીને આ પારંપરિક તીર્થયાત્રાનું આયોજનમાં સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે. દર વર્ષે આવનારી નૌ પાલખીને આ વર્ષે પણ અનુમતિ આપવામાં આવી છે. અમે એ વાત પર પણ મંથન કરી રહ્યા છે કે, પાલખી માર્ગથી આવશે અથવા ચોપરથી લાવવામાં આવશે.
દેશમુખે લોકોને આ તીર્થ યાત્રાને લઇને સહયોગ કરવાનો અનુરોધ કર્યો છે. તેમણે આગળ કહ્યું કે, મને લાગે છે કે, જો આપણે આમ કરીશું તો ભગવાન વિઠોબા પણ પ્રસન્ન થશે.
મળતી માહિતી મુજબ અષાઢી એકાદશી પર ભારતના કેટલાય રાજ્યોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો જીનવમાં સુખ-સમૃદ્ધિ બાદ મોક્ષ પ્રાપ્ત કરવા માટે ઉપવાસ કરે છે.