ETV Bharat / bharat

બુલંદશહેરમાં પરપ્રાંતિય મજૂરોથી ભરેલા પીકઅપ વાહન ઇલેક્ટ્રિક પોલ સાથે ટકરાયું - latest news of up

બુલંદશહેર જિલ્લાના શિકારપુર તહસિલમાં અહેમદગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ખાખુડા નજીકના ગામ બદાયૂ હાઇવે પર એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માત
અકસ્માત
author img

By

Published : May 22, 2020, 1:22 PM IST

બુલંદશહેરઃ જિલ્લાના શિકારપુર તહસિલમાં અહેમદગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ખાખુડા નજીકના ગામ બદાયૂ હાઇવે પર એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. પરપ્રાંતિય મજૂરોથી ભરેલું એક મેક્સ પિક-અપ વાહન ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું હતું. જેમાં બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

આ ઘટનામાં લગભગ 12 જેટલા મજૂરો ઘાયલ થયા છે. જેમને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના સુરતથી યૂપીના બિઝનૌર જઈ રહેલા પરપ્રાંતિય મજૂરના અકસ્માતની ઘટના બુલંદશહેરના દિલ્હી હાઈ-વેના અહમદગઢના થાણા ક્ષેત્રના ખખુડા ગામની પાસે થઈ હતી.

ETV BHARATની સાથે વાત કરતાં સ્થાનિકે જણાવ્યું હતું કે,આ અકસ્માતમાં બે મજૂરોનું દર્દનાક મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત લોકો તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.