નવી દિલ્હી: પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ કે.એસ. ધતવાલિયાનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે અને મીડિયા સેન્ટર અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. જેને આજે સેનેટાઇઝ કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, NMCના સંપૂર્ણ રીતે સંક્રમણ મુક્ત થવા અને તેના ફરીથી ખુલવા સુધી PIBની તમામ પ્રવૃત્તિઓ શાસ્ત્રી ભવન ખાતે યોજાશે.