નવી દિલ્હી : રિહેબ ઇન્ડિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શાહિદ અબોબકર અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા દિલ્હીના અધ્યક્ષ મુહમ્મદ પરવેજ EDની ઓફિસ પહોંચ્યા હતા. જ્યા બન્ને સંસ્થાઓને ED દ્વારા સમન આપવામાં આવ્યો હતો. PFIના વકીલ કેસી નજીરે જણાવ્યું કે, ED કાર્યાલયથી બે માસનો સમય આપવામાં આવ્યો છે, કારણ કે PFIના અધ્યક્ષ કેન્સરથી પીડિત છે અને તેમનો સ્વાસ્થ્ય સારો ન હોવાથી તેઓ આવી શકતા નથી.
આ આગઉ મંગળવારના રોજ અધિકારીઓએ જણાવ્યું કે, EDએ PFI અને તેની જોડાયેલા સાત નેતાઓને ફન્ડિંગના એક કેસની તપાસ માટે સમન જાહેર કર્યુ હતું.