નવી દિલ્હી: કેસની સુનાવણી દરમિયાન અરજદાર અને વકીલ અભિષેક શર્માએ અતિક્રમણની CBI તપાસની માગ કરી હતી. કોર્ટે કહ્યું કે, સંરક્ષણ મંત્રાલય એક મોટી સંસ્થા છે અને તે તેની જમીન પરના અતિક્રમણને દૂર કરવામાં સક્ષમ છે. ત્યારબાદ અરજદારે અરજી પાછી ખેંચવાની પરવાનગી માગી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી.
આ અરજી વકીલ અભિષેક શર્મા દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં જમીન પરના અતિક્રમણની CBI તપાસની માગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું કે આ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પાકિસ્તાની છે. આ લોકો ભારતમાં આશ્રય લેવા માગે છે. અહીં કેટલાક લોકો ઝૂંપડપટ્ટીની ખરીદી કરીને વિસ્તરણ કરી રહ્યાં છે. સ્થાનિક કોર્પોરેશનના કાઉન્સિલરો અને કેટલાક ધારાસભ્યો પણ આ કામમાં સામેલ છે.
અરજીમાં માગ કરવામાં આવી છે કે, આ ઝૂંપડપટ્ટીના વિસ્તરણ માટે જવાબદાર અધિકારીઓની તપાસ CBI દ્વારા કરવામાં આવે અને તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે.