નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીમાં શનિવારે સવારે શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં સ્થાનિક રહેવાસીઓ વિસ્તારમાં થયેલા કોમી રમખાણોના કારણે કરવામાં આવેલા નુકસાનથી ધીમે-ધીમે ઉભરવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ સુરક્ષા કર્મીઓ દ્વારા ધ્વજકૂચ પણ કરવામાં રહી છે અને સ્થાનિક લોકોમાં જે ડર નો માહોલ સર્જાયો છે. તેને સમાપ્ત કરવા માટે તેમની સાથે રોજ વાત કરવામાં આવી રહી છે.
સ્થાનિક રહીશોને વિનંતી કરવામાં આવી રહી છે કે, તેઓ સોશિયલ મીડિયા પરની અફવાઓને અવગણે અને તેના વિશે પોલીસનાં ફરિયાદ કરે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિલ્હી સરકાર એક વોટ્સએપ નંબર જાહેર કરવાની વિચારણા કરી રહી છે, જેના પર લોકો સોશિયલ મીડિયા પર ફરતા થયેલા નફરતનાં સંદેશાની ફરિયાદ કરી શકે છે.
સરકાર લોકોને આવા મેસેજઓ આગળ ફોરર્વડના કરે તેની અપીલ કરશે, કારણ કે સમુદાયો વચ્ચે દુશ્મની કરાવે તેવા મેસેજ ફેલાવવા તે પણ ગુનો છે. આ પગલું સોશિયલ મીડિયા પર ફેલાઇ રહેલી અફવાઓને અટકાવવા માટે છે.