પવારે કહ્યું હતું કે,' હું થોડા સમય પહેલા પાકિસ્તાન ગયો હતો. પાકિસ્તાન સરકારે મારુ સ્વાગત અને સત્કાર કર્યુ હતું. પાકિસ્તાનના લોકો માને છે કે, ભલે તેઓ તેમના સંબંધીઓને મળવા ભારત આવી શકતા નથી, પરંતુ તેઓ ભારતીયોની સાથે સંબંધીઓ જેવો જ વ્યવહાર કરે છે.'
શરદ પવારે ઉમેર્યુ હતું કે, ' ભારતના લોકો માને છે કે પાકિસ્તાન સરકાર ત્યાંના લોકો સાથે દુર્વ્યવહાર કરે છે. તેના કારણે ત્યાંના લોકો ખુશ નથી. પરંતુ, તે સત્ય નથી. કેટલાક લોકો માત્ર રાજકીય લાભ લેવા માટે આવા નિવેદન આપી અફવા ફેલાવે છે'
પવારે કહ્યુ કે,' પાકિસ્તાની વાસ્તવિક પરિસ્થિતિ જાણ્યા વગર રાજનૈતિક ફાયદાઓ માટે જુઠી વાતો ફેલાવાઈ છે'
કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ, જિતેન્દ્રસિંહ અને રામદાસ આઠવલેએ નજીકના દિવસોમાં જ PoKને ભારતમાં ભેળવી દેવાના નિવેદનો આપ્યા હતાં. આ વચ્ચે પાકિસ્તાનની તરફેણમાં શરદ પવારનું નિવેદન આવતાં રાજકારણ ગરમાયું છે.