નીતીશ કુમારએ આટલી ગરમીમાં ચૂંટણી કરાવા બાબત પર પ્રશ્નો ઉપાડયા હતા. તેમણે ચૂંટણી આયોગને ફેબ્રુઆરી - માર્ચ અથવા તો ઑક્ટોબર-નવેમ્બર માસમાં બે અથવા તો ચાર તબ્બકામાં પૂર્ણ કરાવા માટે સૂચન આપ્યું હતું.
બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે ચૂંટણીના સમયને લઇને કહ્યું કે આ સમયગાળો ચૂંટણી માટે સારો નથી કારણ કે આ સમય પર ગરમી વધારે થતી હોય છે. તો પાસવાને પણ ટ્વિટ કરી કહ્યું કે લોકો મતદાનને લઇ જાગૃત છે પરતું એપ્રેલ- મે માં ચૂંટણી માટે યોગ્ય સમય નથી કારણ કે તે સમયમાં ગરમી વધારે થતી હોય છે. તેથી મતદાનમાં ઘટાડો થાય છે.
લોક જનશક્તિ પાર્ટીના નેતા એ કહ્યું કે, રાજનીતિક દળોએ વિચારીને ફેબ્રુઆરી તથા નવેમ્બરમાં ચૂંટણી કરાવી જોઇએ આ બાબત પર સમગ્ર રાજનીતિક દળોએ વિચાર કરવો જોઇએ. લોકો આરામથી મતદાન કરી શકે તથા મતદાનમાં પણ વધારો થાય તેથી આ સમયગાળામાં ચૂંટણી કરાવી જોઇએ. આથી લોકતંત્ર મજબુત બનશે.