ETV Bharat / bharat

આજથી ચોમાસુ સત્ર શરૂ, મોદી સરકારને આ મુદ્દાઓ પર ઘેરશે વિપક્ષ - કેસી વેણુગોપાલ

સોમવારે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષ દ્વારા મોદી સરકારને ઘેરવાની રણનિતિ બનાવવામાં આવી છે. કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે આ અંગે માહિતી આપી હતી. જયરામ રમેશે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમને જણાવ્યું કે, 4 વટહુકમો સહિતના મુદ્દા પર સરકારને સવાલો કરવામાં આવશે.

Monsoon Session
Monsoon Session
author img

By

Published : Sep 14, 2020, 1:14 AM IST

Updated : Sep 14, 2020, 6:29 AM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર દ્વારા લાવવામાં આવનારા 11 બીલમાંથી 4 બીલનો વિરોધ કરશે. આ બીલમાં રહેલી વાંધાજનક બાબતો અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરવામાં આવશે. આ બીલ અગાઉ લાગુ કરવામાં આવેલા વટહુકમનું સ્થાન લેશે.

કોંગ્રેસના પીઢ નેતા જયરામ રમેશે રવિવારે જણાવ્યું કે, પાર્ટી સમાન વિચારધારાવાળા દળો સાથે સતત સંપર્કમાં છે. આ દળો સાથે મળીને બન્ને ગૃહોમાં કૃષિ વિષયક 3 બીલ અને બેન્કિગ નિયમન કાયદાનો વિરોધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી વ્યાપક તૈયારીઓ વચ્ચે સોમવારે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે કોરોના મહામારી સામે લડવા, અર્થવ્યવસ્થાની સ્થિતિ અને લદ્દાખમાં સરહદ પર ચીની આક્રમકતા જેવા મહત્વના મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે સમાન વિચારધારા ધરાવતા વિપક્ષના દળો સાથે મળીને એક સામાન્ય વ્યૂહરચના બનાવવાનો નિર્ણય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

ડિજિટલ પત્રકાર પરિષદનું સંબોધન કરતા જયરામ રમેશે જણાવ્યું કે, અમે ચીન સાથેના સરહદ વિવાદ, અર્થવ્યવસ્થાની સ્થિતિ, ધંધા બંધ રહેવા, MSME ઉદ્યોગની સ્થિતિ, કોરોના મહામારી, એરપોર્ટનું ખાનગીકરણ અને ડ્રાફ્ટ EIA નોટિફિકેશન સાથે વ્યવહાર સહિતના કેટલાક અન્ય મુદ્દાઓ પર લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા કરવા માંગીએ છીએ. અમે આશા રાખીએ કે, વિપક્ષને રાષ્ટ્રના ગંભીર પ્રશ્નો અંગે બોલવાની અને ચર્ચા કરવાની તક મળશે. અમને આશા છે કે, વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભામાં ઉપસ્થિત રહેશે. અમે કરેલા પ્રશ્નોના જવાબ આપવા વડાપ્રધાન આવતા નથી, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે, તેઓ લોકસભા અને રાજ્યસભા બન્ને ગૃહમાં હાજર રહે.

સંયુક્ત વ્યૂહરચના માટે વિરોધ પક્ષોની બેઠક ક્યારે થશે? આ અંગે સવાલ પૂછવામાં આવતા જયરામ રમેશે જણાવ્યું કે, જુદા જુદા સમકક્ષ પક્ષોના નેતાઓનો ઓનલાઇન સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને આ અંગે રણનીતિ બનાવવામાં આવી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કેસી વેણુગોપાલ અને મારી નેતાઓએ સમકક્ષ વિરોધી પક્ષો સાથે ચર્ચા કરી છે. અમે સતત તેમના સંપર્કમાં છીએ. અમે વિપક્ષો સાથે વિવિધ મુદ્દાઓ અને વટહુકમો અંગેના વલણ બાબતે ચર્ચા કરી છે.

પૂર્વ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, સમાન વિચારધાર ધરાવતા પક્ષોએ 4 વટહુકમોનો વિરોધ કર્યો છે, જેનો આ અગાઉ સરકારે અમલ કર્યો હતો. હવે આ વટહુકમોના સ્થાને બીલો લાવવામાં આવશે. 4 વટહુકમોએ રાજ્યના અધિકાર છિનવી લીધા છે અને સત્તાનું કેન્દ્રિયકરણ કર્યું છે.

Last Updated : Sep 14, 2020, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.