વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું કે, આ દાયકો સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ દાયકામાં દેશ જે પણ કરશે, તેમાં વર્તમાન સમયના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું મહત્તમ યોગદાન રહેશે. નવા સપના, નવી આશાઓ સાથે બાળકો આગળ વધે. આ દરમિયાન પીએમ મોદીએ બાળકોને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપી હતી.
'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકોને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, યુવાઓનું મન શું ઈચ્છે છે, તે હું સમજી શકું છું. જ્યારે હું યુવાનો સાથે વાત કરું છું, ત્યારે મને પણ ઘણું શીખવા મળે છે.
દિલ્હીના તાલકટોરા ઈનડોર સ્ટોડિયમમાં આયોજીત "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમના ત્રીજા સત્રમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાનો તણાવ દુર કરવા અંગે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં કુલ 2 હજાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોઓ ભાગ લીધો હતો. જેમાંથી 1050 વિદ્યાર્થીઓની પસંદગી નિબંધ સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી.