પંકજા મુંડેએ સમર્થકોની રેલીને સંબોધતા સ્પષ્ટપણે કહ્યું કે, તેઓ ભારતીય જનતા પાર્ટી નહીં છોડે. ભાજપના શીર્ષ નેતૃત્વને પડકારતા કહ્યું કે, પક્ષ ઈચ્છે તો મને દૂર કરી શકે છે.
શક્તિપ્રદર્શન કરી પોતાની તાકાત બતાવવા યોજેલી આ રેલીમાં મહારાષ્ટ્ર ભાજપના મોટા નેતાઓની હાજરીમાં પંકજાએ કહ્યું, મને એક ચૂંટણી હારવાથી કોઈ મુશ્કેલી નથી. હું પક્ષ છોડી દવ તેવું વાતાવરણ ઉભુ કરવાના પ્રયત્નો કરાઈ રહ્યાં છે, પરંતુ હું પક્ષ છોડવાની નથી. જો પક્ષ મને દૂર કરવા ઈચ્છે તો તેઓ નિર્ણય લઈ શકે છે. લોકો ઈચ્છતા હતા કે હું મારી બેઠક પર જીત ન મેળવું.
આગામી જાન્યુઆરીથી મહારાષ્ટ્રમાં મશાલ રેલીની શરૂઆત કરીશ. ઔરંગાબાદમાં 1 દિવસ ભૂખ હડતાલ કરીશ. જેમાં મરાઠાવાડાની સમસ્યાઓ ઉઠાવીશ.