નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં એક્ટ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ અંગે મંગળવારે બંને દેશો વચ્ચે બેઠક થશે. જેમાં બંને દેશોની સેનાના ટોચના કમાન્ડરો સામેલ થશે. આ બેઠકમાં એલએસીમાંથી સૈન્ય પાછા ખેંચવાના બીજા તબક્કાની ચર્ચા કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત અને ચીની સૈન્ય વચ્ચે લેફ્ટનન્ટ જનરલ કક્ષાની ચોથી બેઠક મંગળવારે પૂર્વ લદ્દાખના ચુશુલમાં યોજાનાર છે.
લશ્કરી સૂત્રોએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે આ બેઠકમાં સંઘર્ષ ક્ષેત્રમાંથી સૈન્યને પીછેહઠ માટેની કાર્યવાહીના નિર્ણય અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ભારતીય સેનાની ટીમનું નેતૃત્વ લેહ સ્થિત 14 કોરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરેન્દ્ર સિંહ કરશે જ્યારે ચીની ટીમનું નેતૃત્વ મંગળવારે મળેલી બેઠકમાં દક્ષિણ શિનજિયાંગ સૈન્યના જિલ્લા કમાન્ડર મેજર જનરલ લિન લિયુ કરશે.