ETV Bharat / bharat

હરિયાણામાં ટ્રેક્ટર રેલીમાં હિંસા ફેલાવવા બદલ 1 હજારનાં ટોળા વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ

ટ્રેક્ટર પરેડમાં હિંસા અને પોલીસ સાથે સર્જાયેલી અથડામણ માટે એક હજાર અજાણ્યા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં હત્યાનાં પ્રયાસની સાથે સાથે સરકારી કામમાં અવરોધ ઉભો કરવા અંગેની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે.

ટ્રેક્ટર પરેડ દરમ્યાન હિંસા ફેલાવવા બદલ 1 હજારનાં ટોળા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

author img

By

Published : Jan 27, 2021, 12:51 PM IST

  • મંગળવારે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા અને ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતા
  • હિંસામાં 2 ખેડૂતોનાં મોત નિપજ્યા હતા, 70થી વધુ પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી
  • પોલીસ દ્વારા CCTV ફૂટેજનાં આધારે હિંસામાં શામેલ લોકોની શોધખોળ હાથ ધરી

પલવાલ (હરિયાણા): મંગળવારે ટ્રેક્ટર પરેડ દરમિયાન સોફ્તા ખાતે પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણનાં કેસમાં ગદપુરી પોલીસ મથકમાં આશરે એક હજાર લોકોનાં ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હત્યાનાં પ્રયાસ સહિત સરકારી કામમાં અવરોધ ઉભો કરવા સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધ્યો છે. ગડપુરી પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીએ નોંધાવેલી ફરિયાદનાં આધારે પોલીસે આ કેસ નોંધ્યો છે. અત્યાર સુધી પોલીસે કોઈ ખેડૂતની અટકાયત કે ધરપકડ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.

વાંચો: ટ્રેકટર પરેડ દરમિયાન 15 FIR નોંધાઇ, પોલીસે કહ્યું- કાયદાકીય કાર્યવાહી થશે

મંગળવારનાં રોજ દિલ્હીનાં આઈટીઓ ખાતે પોલીસ અને આંદોલનકર્તા ખેડૂતો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જે ગણતરીની મિનીટોમાં હિંસામાં પરિણમી હતી. જેનું કારણ ખેડૂૂતોએ દિલ્હી પોલીસની સુરક્ષા વ્યવસ્થાને તોડવાની કોશિશ કરી હતી. આઈટીઓ ખાતે એક પ્રદર્શનકર્તા ખેડૂતનું મોત પણ નિપજ્યું હતું. આ ખેડૂતનું મોત ટ્રેક્ટર પલટવાને કારણે થયું હોવાનો દાવો દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.