ઉલ્લેખનીય છે કે, પલાનીસ્વામી યજમાન મહાબલીપુરમની સાથે ચીનના સંબધોને યાદ કરતા કહ્યું કે, બંને દેશોના નેતાઓની મુલાકાત માટે આ યોગ્ય જગ્યા છે.
નોંધનીય છે કે, મોદી અને શી જિનપિંગની પ્રથમ અનૌપચારિક શિખર વાર્તા ગયા વર્ષે ચીનના વુહાન શહેરમાં યોજાઈ હતી.
આ પણ વાંચો...ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ ભારતની બે દિવસીય મુલાકાતે
પલાનીસ્વામીએ કહ્યું કે, ભારત -ચીનની વચ્ચે સંબધો સુઘારવા માટે તમિલનાડુના રાજ્યને પસંદ કરવો ગર્વની વાત છે. આથી દુનિયામાં અમારુ કદ વધી ગયું છે. મુખ્યપ્રધાને મુલાકાત માટે મહાબલીપુરમને પસંદ કરવા માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. પલાનીસ્વામીએ એક નિવેદનમાં કહ્યું કે, હું તમિલનાડુની જનતા અને રાજ્ય સરકાર તરફથી બંને વૈશ્વિક નેતાઓનું સ્વાગત કરું છું.
પલાનીસ્વામીએ કહ્યું કે, આ એતિહાસિક સત્ય છે. ચીન અને તમિલનાડુ સદીઓથી વ્યાપાર અને સાંસ્કૃતિક સંબધોથી છે. ચીનના દુત યુઆન સુઆંગે પલ્લવાનો પ્રવાસ કર્યો હતો.