ETV Bharat / bharat

પવિત્ર શ્રાવણ માસઃ કાશીમાં બિરાજમાન પાકિસ્તાની મહાદેવ, જાણો નામનું રહસ્ય... - શ્રાવણ

કાશીના દરેક કણમાં શંકર છે. કાશી શહેરમાં શિવ વિવિધ સ્વરૂપોમાં બિરાજમાન છે. સૌથી ખાસ આદિ વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ શ્રી કાશી વિશ્વનાથ છે. જે અહીં સ્વયંભૂ જ્યોતિલિંગના રૂપમાં બિરાજમાન છે, પરંતુ આ બધામાં અલગ અલગ સ્થાનો પર વિવિધ સ્વરૂપોમાં બિરાજમાન મહાદેવનું સૌથી અનોખું સ્વરૂપ શીતળા ઘાટ પર જોવા મળે છે. તે સ્થાન તેમજ નામના કારણે ત્યાં બિરાજેલા મહાદેવના રૂપના સ્વરૂપ વિશે સાંભળીને સૌ કોઇ અચરજ થઇ જાય છે. જ્યાં એક તરફ પાકિસ્તાનનું નામ સાંભળીને આપણે ક્રોધિત થઇ જઇએ છીએ, ત્યારે અહીંયા બિરાજમાન પાકિસ્તાની મહાદેવ પર શ્રધ્ધાળુઓ પુષ્પો ચડાવે છે અને મહાદેવની પૂજા કરે છે. સફેદ આરસથી બનેલા આ મહાદેવનું સ્વરૂપ જોઇ સૌ કોઇ આકર્ષાય છે.

કાશીમાં બિરાજમાન પાકિસ્તાની મહાદેવ
કાશીમાં બિરાજમાન પાકિસ્તાની મહાદેવ
author img

By

Published : Jul 13, 2020, 8:58 AM IST

વારણસી: દેશને સ્વતંત્રતા મળ્યા બાદ જ્યારે હિન્દુસ્તાન અને પાકિસ્તાન ભાગલા પડ્યા ત્યારે લાહોરથી એક હિન્દુ પરિવાર તેમના આરાધ્ય શિવને લઇને કાશીના શીતળા ઘાટ પર આવ્યો હતો, કાશી આવ્યા ત્યારે તેના માથાં પર છત નહોતી, ત્યારબાદ તેમણે શિવલિંગને ગંગામાં પ્રવાહિત કરવાનું વિચાર્યુ હતું. તે શિવલિંગને ગંગામાં પ્રવાહિત કરવા જઇ રહ્યો હતો, ત્યારે મલ્લાહોએ તેમને રોક્યા અને પછી શીતળા ઘાટ પર મહાદેવની સ્થાપના કરવામાં આવી, ત્યારથી આ મહાદેવ પાકિસ્તાની મહાદેવ બન્યા અને લોકો તેમની પૂજા કરવા લાગ્યાં.

આ અંગે મંદિરના પૂજારી અજય શર્માએ જણાવ્યું હતું કે, શ્રાવણના મહિનામાં હજારો શ્રધ્ધાળુઓ વિશેષ પૂજા અર્ચના કરે છે. શીતળા ઘાટ પર સ્નાન કર્યા બાદ શિવ પર જળ અર્પણ કરવાથી સૌ કોઇની મનોકામની પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનામાં શિવ પર વિવિધ સ્વરૂપોનો શણગાર કરવામાં આવે છે. જેની સાથે સાથે સવારે અને સાંજે શિવની સ્તૃતિ સાથે આરતી કરવામાં આવે છે.

કાશીમાં બિરાજમાન પાકિસ્તાની મહાદેવ

આ સાથે મહાશિવરાત્રી અને કાર્તિક પૂર્ણિમા પર શિવની પૂજા-અર્ચના કરીને વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે સવાર સાંજ મહાદેવની આરતી ઉતારીને મંદિર બંધ કરી દેવામાં આવે છે.

શ્રધ્ધાળુઓનું કહેવું છે કે, આ મહાદેવનો ખૂબ મહિમા છે. આપણે બધા તેને પાકિસ્તાની મહાદેવ તરીકે ઓળખીએ છીએ અને તેમની પૂજા કરીએ છીએ. આપણે મહાદેવ પાસે જેની ઇચ્છા માંગીએ છીએ, તે પૂર્ણ કરે છે. આમ, લાહોરથી લાવવામાં આવેલા એક હિન્દુ પરિવારે શીતળા ઘાટ પર મહાદેવનું આ અનોખું શિવલિંગ સ્થાપિત કર્યું છે. જે પાકિસ્તાની મહાદેવ તરીકે ઓળખાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.