FATF દ્વારા શુક્રવારે નોટિસ મળવાથી પાકિસ્તાન નિરાશ થયું છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ કહ્યું હતું કે ભારત ઈચ્છે છે કે પાકિસ્તાનને FATFમાંથી બ્લેક લીસ્ટ કરવામાં આવે. પરંતુ પાક સરકાર સમયસર તમામ લક્ષ્યો હાંસલ કરશે અને દેશને ગ્રે સૂચિમાંથી બહાર કરશે. FATFએ સરકાર દ્વારા થતા હવાલા કાંડ અને આતંકવાદી ભંડોળને નિયત્રંણ માટે લીધેલા પગલાને સ્વીકાર્યા છે. FATFની બેઠકમાં ઘણા દેશોએ પાકિસ્તાનની ધરતી પર આતંકવાદી ભંડોળ માટે પૂરતા પગલાં લેશે નહીં તેવી ચિંતા વ્યક્ત કરી હતી.
કુરેશીએ ભારત પર આરોપ લગાવ્યો હતો કે, ભારત ઈચ્છે કે પાકિસ્તાન બ્લેક લીસ્ટ થઈ જાય. પાકિસ્તાનને શુક્રવારે FATFના વડા મથક પેરિસ દ્વારા નોટિસ મોકલવામાં હતી. નોટિસમાં FATFએ કહ્યું હતું કે, જો પાકિસ્તાન ફેબ્રુઆરી સુધીમાં આતંકવાદી ભંડોળને અંકુશમાં નહીં રાખે તો, તેને બ્લેક લીસ્ટ કરવામાં આવશે. FATFના પૂર્ણ સમિતિએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકી જૂથો કાર્યરત છે. ભંડોળને અંકુશમાં રાખવા માટે અપાયેલી 27 કાર્યસુચિમાંથી, ફક્ત પાંચ જ પૂર્ણ થઈ છે, જે ભારતમાં ઘણા આતંકવાદી હુમલા માટે જવાબદાર છે.
'FATF' શું છે?
FATFએ પેરિસની એક આંતર સરકારી સંસ્થા છે, જેની સ્થાપના વર્ષ 1989માં આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાનું ગૌરવ જાળવવા, ધનશોધન સામે લડવા, આતંકવાદી ભંડોળને રોકવા અને અન્ય ધાક ધમકીઓ પર રોક લગાવવા માટે બનાવવામાં આવી હતી.
કાશ્મીરથી રાજકીય પ્રભાવ તરફ ધ્યાન દોરવામાં મદદ
જમીયત ઉલેમા એ ઈસ્લામ દ્વારા 31 ઓકટોબર રાખેલ સરકાર વિરોધમાં પ્રદર્શનની યોજના અંગે પૂછવામાં આવ્યું તો કુરૈશીએ કહ્યું કે, થોડા લોકો ક્યારેય પણ દેશમાં રાજનીતિક સ્થિરતાનો ભાગ નહીં બને. એમણે કહ્યું કે, રાજનીતિક પ્રદર્શનથી ભારતને કશ્મીરથી ધ્યાન હટાવવામાં મદદ મળશે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનાર કલમ 370ને રદ્દ કરવાના ભારત સરકારના નિર્ણયને ઉઠાવવાના પ્રયાસો કરી ચૂક્યું છે. જોકે, એને સફળતા મળી નથી.
કાશ્મીર-ભારત-પાક વચ્ચે દ્વિપક્ષીય મુદ્દા
ભારત સરકારના 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીના સંદર્ભમાં આ નિર્ણય લીધા બાદ પાકિસ્તાને રાજદ્વારી સંબંધોનું સ્તર ઓધું કરીં નાખ્યું છે. આ ઉપરાંત પાક સરકારે પાકિસ્તાનથી ભારતીય હાઈ કમિશ્નરને બરતરફ કર્યા હતા. ભારત સરકારે પાકની દરેક પ્રતિક્રિયાને દરેક પગલે ફગાવીને જમ્મુ-કાશ્મીરને ભારતનો આંતરીક મુદ્દો જણાવ્યો છે. ભારતે કહ્યું કે કાશ્મીર ભારત અને પાક વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો છે અને કોઈ પણ ત્રીજો દેશ આમાં હસ્તક્ષેપ ન કરી શકે.