શ્રીનગર: પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના બાલાકોટ સેક્ટકમાં નિયંત્રણ રેખા પાસે ફરી એકવાર ગોળીબાર કર્યો છે. પાકિસ્તાને આ વખતે નાના હથિયારો અને મોર્ટાર સાથે ભારતીય ચોકીઓને ટાર્ગેટ કરી હતી. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાની સનાને જડબાતોજ જવાબ આપ્યો છે.
આજે વહેલી સવારે પાકિસ્તાને ફરી નાપાક હરકત કરી છે. પાકિસ્તાની સેનાએ સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યુ છે. આ અગાઉ પણ તેમણે બારામુલા જિલ્લામાં રામપુર સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરી ગોળીબાર કર્યો હતો. જેમાં 4 નાગરિક ઘાયલ થયાં હતાં. જોકે ઘાયલોને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
નોંધનીય છેકે, એક તરફ ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે ત્યારે પાકિસ્તાન પણ પોતાની નાપાક હરકતો ઓછી કરવાનું નામ નથી લઈ રહ્યું.